- જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં મોટી દુર્ઘટના
- માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે
- રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં આજે (24 મે) થયેલા એક અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ધંદુરુ પાવર પ્રોજેક્ટના કર્મચારીઓને લઈને જઈ રહેલી એક ક્રૂઝ કાર અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે. જમ્મુ કાશ્મીર કિશ્તવાર રોડ પર ધંદુરુ પાવર પ્રોજેક્ટના કર્મચારીઓને લઈ જતી ક્રૂઝ કાર આ અકસ્માતમાં ભોગ બનતા સાત લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.
આ અકસ્માતની પુષ્ટિ કરતા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જાણકારી આપતા કહ્યું, હમણાં જ ડીસી કિશ્તવાડ ડૉ. દેવાંશ યાદવ સાથે ડાંગદુરુ ડેમ સાઇટ પર દુર્ભાગ્યપૂર્ણ માર્ગ અકસ્માત વિશે વાત કરી. આ ઘટનામાં 7 લોકોના મોત થયા છે અને 1 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘાયલોને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલ કિશ્તવાડ અથવા જીએમસી ડોડામાં ખસેડવામાં આવી રહ્યા છે. તેમજ જરૂરીયાત મુજબ તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવશે.










