- કાનપુરમાં 3 અલગ-અલગ કેસમાં 8 સબ ઈન્સ્પેક્ટર સહિત 17 પોલીસકર્મીઓ સસ્પેન્ડ
- એડિશનલ કમિશનર હરિશ્ચંદ્રને આ વાત ધ્યાને આવતા કરી કાર્યવાહી
- બે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા કેસ
ઉત્તરપ્રદેશનમા કાનપુરમાં જમીન પડાવી લેવી, ખંડણી અને લાંચ લેવાના આરોપમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પહેલો કેસ કાનપુરના વેસ્ટર્ન સર્કલના બિલ્હૌર પોલીસ સ્ટેશનનો છે. બીજો કેસ કાનપુરના સધર્ન સર્કલના ઘાટમપુર પોલીસ સ્ટેશનનો છે. ત્રીજો કેસ કાનપુરના બિલ્હૌર પોલીસ સ્ટેશનનો છે. એડિશનલ કમિશનર હરિશ્ચંદ્રએ જણાવ્યું હતું કે જો ભવિષ્યમાં આવી ફરિયાદો આવશે અને તપાસમાં આક્ષેપો સાબિત થશે તો આ કાર્યવાહી ચાલુ રહેશે.
પોલીસ વિરુદ્ધ મોટી કાર્યવાહી
ઉત્તર પ્રદેશના કાનપુરમાં ખંડણી, લાંચ, ભ્રષ્ટાચાર અને અન્ય ફરિયાદોના કારણે 3 દિવસમાં 17 પોલીસકર્મીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 7 સબ ઈન્સ્પેક્ટર અને બાકીના હેડ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. આ સાથે પોલીસે અનેક ઈન્સ્પેક્ટરો સામે તપાસ શરૂ કરી છે. પહેલા કેસમાં કાનપુરના વેસ્ટર્ન સર્કલના બિલ્હૌર પોલીસ સ્ટેશનમાં તૈનાત બે સબ-ઇન્સ્પેક્ટરોએ 5 ક્વિન્ટલ દાળની ચોરીના કેસમાં આરોપીના પુત્રને છોડાવવાના બદલામાં 38 હજાર રૂપિયાની લાંચ લીધી હતી.જેના કારણે બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બીજા કિસ્સામાં, કાનપુરના સધર્ન સર્કલના ઘાટમપુર પોલીસ સ્ટેશનના પટારા શહેરમાં, જમીન વિવાદમાં લાંચ લેવા અને એક પક્ષના 8 લોકોને તપાસ વિના જેલમાં મોકલવા બદલ 8 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા.
પોલીસે મોટી રકમ લીધી લાંચ રૂપે
મામલો થાળે પાડવા પોલીસકર્મીઓએ એક પક્ષ પાસેથી રૂ. 10,000 અને બીજા પક્ષ પાસેથી રૂ. 40,000 પણ લીધા હતા. આ પછી ઈન્સ્પેક્ટર અને એડિશનલ ઈન્સ્પેક્ટર સામે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ગુરુવારે કરવામાં આવેલી કાર્યવાહીમાં એક સબ ઈન્સ્પેક્ટર અને ત્રણ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. શહેરમાં PRVમાં તૈનાત ટ્રાફિક પોલીસકર્મીઓએ એક વ્યક્તિને રોક્યો હતો અને તેની પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો.
ફરજ પહેલા પોલીસકર્મીઓ સુઈ ગયા
તેમજ તમામ આરોપી પોલીસકર્મીઓ તેમની ફરજ પૂરી થાય તે પહેલા જ સુઈ ગયા હતા. તપાસમાં વાત સાચી જણાશે તો કાર્યવાહી કરવામાં આવી છે. એ જ રીતે, બિલ્હૌર પોલીસ સ્ટેશનમાં તૈનાત નિરીક્ષકે એક કેસની તપાસમાં અંતિમ અહેવાલ સુપરત કર્યો હતો. છ પૈકી એક પણ આરોપી પકડાયો ન હતો. જ્યારે તપાસમાં આરોપો સાચા જણાતા ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બીજા કિસ્સામાં, સબ ઇન્સ્પેક્ટર અને રાજપાલને પોલીસ સ્ટેશનમાં ખોટી રીતે FIR લખવા, લોકોને બ્લેકમેલ કરવા અને નિર્દોષ લોકો સાથે દુર્વ્યવહાર અને હુમલો કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.