• અરવિંદ કેજરીવાલ સામે ભાજપે તાક્યુ નિશાન
  • ઇડી સમક્ષ હાજર ન થવા બદલ કર્યા આક્ષેપ
  • સંબિત પાત્રાએ કહ્યું કે જામીનને રાહત સમજવાનો કોશિશ ન કરે

લીકર પોલિસી સ્કેમ મામલે અરવિંદ કેજરીવાલને ઇડીએ અત્યાર સુધી 9 સમન્સ પાઠવ્યા પરંતુ તેમ છતાં પણ તેઓ ઇડી સમક્ષ હાજર ન થતા ભાજપે કેજરીવાલ પર નિશાન સાધ્યુ છે. બીજેપી રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુ કે કેજરીવાલને જામીન મળ્યા તેને રાહત સમજવાની કોશિશ ન કરે. 9 સમન્સ પર 18 બહાના કરી રહ્યા છે. દિવસ રાત પ્રેસ કોન્ફરન્સ કરનારા સમન્સથી ભાગી રહ્યા છે.

એક પણ સમન્સની લાજ ન રાખી

[[$googlead]]

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતા સંબિત પાત્રાએ કહ્યું કે કેજરીવાલ એક પણ સમન્સથી લાજ રાખ નથી.તેઓ ટેકનિકલ બહાના કરી રહ્યા છે. પણ હવે તેમનું એકપણ બહાનુ ચાલશે નહી. સંબિત પાત્રાએ કહ્યું કે જે લોકો પ્રેસ કોન્ફરન્સ કરીને કહેતા હતા કે શંકા હોય તો સમન્સ મોકલો, તમે તપાસ કરાવી લો. પણ હવે આ લોકો જ સમન્સથી ભાગી રહ્યા છે. છેલ્લા છ મહિનામાં નવ સમન્સ મોકલવામાં આવ્યા છે. ઓક્ટોબરથી માર્ચ સુધી સમન્સ મોકલવામાં આવ્યા હતા. પણ એક સમન્સની શરમ ન રાખી. તપાસ એજન્સીઓ દસ્તાવેજોના આધારે કામ કરે છે. પુરાવા હંમેશા ક્યાંક પાછળ રહી જાય છે.

[[$alsoread]]

સમન સમન હોતા હૈ કહેનારા ક્યાં ગયા ?

તેમણે વધુમાં જણાવ્યું કે ક્યારેક મને આશ્ચર્ય થાય છે કે એવા લોકો પણ છે જેઓ આ રીતે પોતાનો રંગ બદલી નાખે છે. જે લોકો કહેતા હતા કે 'સમન સમન હોતા હૈ'. આજે તેઓ સમન્સથી ભાગી રહ્યા છે. તેઓ ડરે છે. સમન્સના કારણે આજે તેઓ બેશરમ બની ગયા છે.છેલ્લા છ મહિનામાં અંદાજે નવ સમન્સ અરવિંદ કેજરીવાલને પહોંચાડવામાં આવ્યા છે.માર્ચ સુધી એક પણ સમન્સનો આદર ન કરીને અરવિંદ કેજરીવાલે ભારતના બંધારણીય વિભાગો, બંધારણ દ્વારા નિર્મિત માળખાનો અનાદર કર્યો છે. , તેઓ તેમની માન્યતાને માન આપતા નથી... અરવિંદ કેજરીવાલે હજારો અને કરોડો લોકોના વિશ્વાસની હત્યા કરી છે, તેમણે સત્યની હત્યા કરી છે..."

  • Follow us on: