• 1.41 કરોડ મહિલા મતદારો, નવા નોંધાયેલા પુરૂષ મતદારો 1.22 કરોડ
  • 1,65,76,654 મૃતકો, કાયમી સ્થળાંતરિત, ડુપ્લિકેટ મતદારોના નામ કમી
  • જેમાં 67,82,642 મૃત, 75,11,128 સ્થળાંતરિત, 22,05,685 ડુપ્લિકેટ મતદારો

ચૂંટણી પંચે શુક્રવારે જાહેરાત કરી છે કે, 96.88 કરોડ લોકોએ આગામી લોકસભાની ચૂંટણી માટે મતદાન કરવા માટે નોંધણી કરાવી છે. જે સૌથી મોટા મતદાર તરીકે પ્રસ્થાપિત કરે છે. જેમાં 18 થી 29 વર્ષની વયજૂથના બે કરોડથી વધુ યુવા મતદારોને મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યાં છે. એમ મહિના લાંબી કવાયત બાદ અને લોકસભાની સામાન્ય ચૂંટણી પહેલાં ભારતના ચૂંટણી પંચે લાયકાતની તારીખ તરીકે 1 જાન્યુઆરી 2024ના સંદર્ભમાં દેશભરના તમામ રાજ્યો/કેન્દ્રશાશિત પ્રદેશોમાં મતદાર યાદી પ્રકાશિત કરી છે.

લિંગ ગુણોત્તર 2023માં 940 થી વધીને 2024માં 948 થયોઃ ચૂંટણી પંચ

વધુમાં ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, આમાં જમ્મુ - કાશ્મીર અને આસામમાં મતદાર યાદીના સુધારણાની સફળ સમાપ્તિનો પણ સમાવેશ થાય છે, મતદારક્ષેત્રોના સીમાંકનને અનુસરીને રાજકીય પક્ષોના ઝીણવટભર્યા આયોજન, સંકલન અને સહભાગિતા સાથે હાથ ધરવામાં આવેલા પ્રયાસોની સમાવેશીતા, આરોગ્યની દ્રષ્ટિએ નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે અને મતદાર યાદીની શુદ્ધતાને દર્શાવે છે. વધુમાં લિંગ ગુણોત્તર 2023માં 940 થી વધીને 2024 માં 948 થયો છે. મતદાન પેનલે જણાવ્યું હતું. પંચે મતદાર યાદીની સુધારણામાં જાહેરાત અને પારદર્શિતાની સાથે મતદાર યાદીની શુદ્ધતા અને આરોગ્ય પર વિશેષ ભાર મૂક્યો છે.

સ્ત્રી મતદાર નોંધણીમાં વધારો થયો 

નોંધનીય છે કે, મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે નવેમ્બર 2022માં સ્પેશિયલ સમરી રિવિઝન એક્સરસાઇઝની શરૂઆત દરમિયાન પુણે ખાતે પ્રથમવાર પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે દરેક તબક્કે રાજકીય પક્ષોની ભાગીદારી સાથે મતદાર યાદીની સુધારણા સાથે સંકળાયેલા વિવિધ કાર્યોની વિગતવાર માહિતી આપી હતી. વધુમાં, તે નોંધનીય છે કે, સ્ત્રી મતદાર નોંધણીમાં વધારો થયો છે, જે ચૂંટણી માળખામાં લિંગ સમાનતા અને સર્વસમાવેશકતા તરફના સંયુક્ત પ્રયાસનું ઉદાહરણ છે.

લગભગ 1.41 કરોડ મહિલા મતદારો, નવા નોંધાયેલા પુરૂષ મતદારો 1.22 કરોડ

મતદાર યાદી લિંગ ગુણોત્તરમાં સકારાત્મક વધારો થયો છે, જે રાષ્ટ્રના લોકતાંત્રિક માળખાને આકાર આપવામાં મહિલાઓની વધતી જતી ભૂમિકાને દર્શાવે છે. મતદાર યાદીમાં 2.63 કરોડથી વધુ નવા મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાંથી લગભગ 1.41 કરોડ મહિલા મતદારો છે, જે નવા નોંધાયેલા પુરૂષ મતદારો (1.22 કરોડ) 15 ટકાથી વધુ છે.

 સંવેદનશીલ આદિવાસી જૂથોની 100 ટકા નોંધણી હાંસલ કરવા ખાસ પ્રયાસો

ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથો (PVTG)ની 100 ટકા નોંધણી હાંસલ કરવા માટે ખાસ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જે મતદાર યાદીને આજની તારીખમાં સૌથી વધુ સમાવિષ્ટ બનાવે છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ઘરે-ઘરે જઈને સંપૂર્ણ ચકાસણી કર્યા પછી, 1,65,76,654 મૃતકોના નામ, કાયમી ધોરણે સ્થાનાંતરિત અને ડુપ્લિકેટ મતદારોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. આ વ્યાપક સફાઈ ચૂંટણી પ્રક્રિયાની અખંડિતતા અને શુદ્ધતાને સુનિશ્ચિત કરે છે. તેમાં 67,82,642 મૃત મતદારો, 75,11,128 કાયમી સ્થળાંતરિત/ગેરહાજર મતદારો અને 22,05,685 ડુપ્લિકેટ મતદારોનો સમાવેશ થાય છે.

  • Follow us on: