બાંગ્લાદેશમાં ઇસ્કોન જૂથના અગ્રણી ચહેરાઓમાંના એક ચિન્મય દાસ વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે. ચિત્તગોંગ જિ્લલામાં બુધવાર સાંજે ચિન્મય દાસ બ્રહ્મચારી સાથે 19 અન્ય હિંદુ સંગઠનના નેતાઓ અને કાર્યકર્તાઓ વિરુદ્ધ આ કેસ નોંધવામાં આવ્યો છે. 

શું છે આરોપ ? 
ચિન્મય દાસ પર 25 ઓક્ટોબરે ચિત્તાગોંગમાં યોજાયેલી રેલી દરમિયાન બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજનું અપમાન અને અપમાન કરવાનો આરોપ છે. ચિત્તાગોંગ પોલીસે આરોપ લગાવ્યો છે કે પ્રદર્શન દરમિયાન બાંગ્લાદેશના રાષ્ટ્રીય ધ્વજની ઉપર ઈસ્કોનનો ભગવો ધ્વજ ફરકાવ્યો હતો.

બે લોકોની ધરપકડ 
આ કેસમાં બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. ચિન્મય દાસ બ્રહ્મચારી બાંગ્લાદેશમાં ઈસ્કોન ટ્રસ્ટના સેક્રેટરી છે અને હિંદુઓ પર થતા અત્યાચારો સામે અવાજ ઉઠાવવા માટે સતત રેલીઓ અને પ્રદર્શનોનું આયોજન કરી રહ્યા છે.

બાંગ્લાદેશ સરકારે પગલાં લીધાં
બાંગ્લાદેશ સરકારે ચિન્મય દાસ વિરુદ્ધ દેશદ્રોહ અને ષડયંત્રનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો છે. ચિન્મય દાસે જણાવ્યું કે રેલીના દિવસે કેટલાક લોકોએ ચાંદ તારા વાળા ધ્વજ પર ભગવો ધ્વજ ફરકાવ્યો હતો, જ્યારે તેમણે સ્પષ્ટતા કરી હતી કે ચાંદ તારાનો ધ્વજ બાંગ્લાદેશનો રાષ્ટ્રધ્વજ નથી.


  • Follow us on: