- મુંબઈના ભૂતપૂર્વ પો. કમિ. દત્તાત્રેય પડસાલ્ગીકર સીબીઆઈ તપાસનું સુપરવિઝન કરશે
- 42 SIT દ્વારા તપાસ : સમિતિ સીબીઆઈ, પોલીસ દ્વારા કરાતી તપાસથી અલગ ઘટના તપાસશે
- સ્થિતિની સમીક્ષા કરવા પ્રયાસો
સોમવારે સુપ્રીમ કોર્ટમાં મણિપુર હિંસા મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા હિંસક ઘટનાઓની તપાસ માટે હાઈકોર્ટનાં 3 નિવૃત્ત મહિલા જજની સમિતિ બનાવવામાં આવી છે. સમિતિ દ્વારા રાહત અને પુનઃવસનની કામગીરી પર દેખરેખ રાખવામાં આવશે. આ સમિતિ સીબીઆઈ તેમજ પોલીસ દ્વારા કરવામાં આવતી તપાસના કેસોથી અલગ ઘટનાઓની તપાસ કરશે. આ ઉપરાંત 42 SIT દ્વારા તપાસ કરાશે. DIG કક્ષાના ઓફિસર દ્વારા તપાસ પર દેખરેખ રખાશે. ત્રણ સભ્યોની મહિલા સમિતિમાં જમ્મુ કાશ્મીર હાઈકોર્ટનાં નિવૃત્ત ચીફ જસ્ટિસ ગીતા મિત્તલ, જસ્ટિસ આશા મેનન અને જસ્ટિસ શાલિની પનસાકર જોશીનો સમાવેશ કરાયો છે. સીબીઆઈ તપાસની દેખરેખ મહારાષ્ટ્રનાં પૂર્વ ડીજીપી દત્તાત્રેય પડસાલગીર દ્વારા કરાશે.
સ્થિતિની સમીક્ષા કરવા પ્રયાસો










