- 2018 પછી યૌન શોષણને લગતા ગુનેગારોની સંખ્યામાં 3 ગણો વધારો
- બાળકો માટે કામ કરતી સંસ્થામાં નોકરી પર રખાતા કર્મીઓનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત
- ગુના રોકવા માટે નેશનલ રજિસ્ટ્રી
ભારતમાં સેક્સને લગતા ગુના અને ગુનેગારોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સત્તાવાર સેક્સ અપરાધીઓની સંખ્યા 12 લાખ પર પહોંચી છે. જેમનો ડેટા બેઝ તૈયાર કરાયો છે. ખાસ કરીને મહિલાઓ સાથે બળાત્કાર, ગેંગ રેપ, બાળકોને યૌન શોષણ સામે રક્ષણ તેમજ મહિલાઓની મર્યાદાઓનો ભંગ કરવાનાં કિસ્સાનો સમાવેશ થાય છે. દેશમાં 2018માં જ્યારે સેક્સ અપરાધીઓનું નેશનલ રજિસ્ટર રાખવાની શરૂઆત કરી ત્યારે આવા ગુનેગારોની સંખ્યા 4.5 લાખ હતી તેમાં 3 ગણો નોંધપાત્ર વધારો થયો છે. મહિલાઓ અને બાળકો સામેનાં યૌન શોષણનાં ગુના વધ્યા છે.
કેન્દ્રનાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનાં ઉપક્રમે યૌન અપરાધીઓનો ડેટા એકઠો કરાયો હતો. ખાસ કરીને સેક્સ શોષણખોરો દેશની ચાઈલ્ડ કેર સિસ્ટમમાં પ્રવેશ નહીં તે માટે આ કવાયત હાથ ધરવામાં આવી હતી. સરકારે POCSO કાયદામાં સુધારા કરીને આ મુદ્દે દરમિયાનગીરી કરવાનાં પગલાં લીધા હતા જેમાં બાળકો માટે કામ કરતી સંસ્થામાં નોકરી પર રાખવામાં આવનાર તમામ કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત કરાયું હતું. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 12 લાખ સેક્સ અપરાધીઓનો ડેટા બેઝ તૈયાર કરાયો હોવાનું સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું.










