- ભારત સાથે વણસેલા રાજદ્વારી સંબંધો વચ્ચે
- માર્ચ,2023માં 41,000સામે ચાલુ મહિને 27,224ભારતીય માલદીવ ગયા
- ભારત અને માલદીવ વચ્ચેના દ્વિપક્ષી સંબંધો વણસેલા છે
ભારત અને માલદીવ વચ્ચેના દ્વિપક્ષી સંબંધો વણસેલા છે ત્યારે માલદીવના પ્રવાસન મંત્રાલયના ડેટાને ટાંકીને એક રિપોર્ટમાં જણાવાયું છે કે ગત વર્ષના માર્ચ મહિનાની સરખામણીમાં માલદીવમાં ભારતીય સહેલાણીઓની સંખ્યામાં 33 ટકાનો નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. રિપોર્ટ મુજબ માર્ચ, 2023માં 41,000 ભારતીય સહેલાણીઓએ માલદીવની મુલાકાત લીધી હતી જ્યારે માર્ચ, 2024માં માલદીવ જનારા ભારતીય સહેલાણીઓની સંખ્યા 27,224 રહી હતી. માલદીવમાં ભારતીય સહેલાણીઓ ઘટવાનું મુખ્ય કારણ દેશવાસીઓને લક્ષદ્વીપ ફરવા જવા માટે પ્રોત્સાહિત કરતી ભારત સરકારની ટૂરિઝમ કેમ્પેન છે. ભારત માર્ચ, 2023 સુધી માલદીવ માટે ટૂરિઝમનો બીજો સૌથી મોટો સ્ત્રોત હતું. ભારત 2021, 2022 અને 2023 દરમિયાન વાર્ષિક બે લાખથી વધુ સહેલાણીઓ સાથે માલદીવ માટે ટોચનું ટૂરિસ્ટ માર્કેટ રહ્યું હતું. જોકે બંને દેશો વચ્ચેના સંબંધો બગડયા બાદ માલદીવ માટે ટૂરિઝમના સ્ત્રોતમાં ભારત માત્ર 6 ટકા હિસ્સા સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે.
ભારત-માલદીવ રાજદ્વારી વિવાદ માલદીવમાં ચીન તરફી મોહમ્મદ










