- ક્રેન 1,000 ટન સુધીનો કાટમાળ ઉપાડી શકે છે, બીજી ક્રેન બાલ્ટિમોર પહોંચવાની તૈયારીમાં છે
- ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજના કાટમાળને ખસેડવાની કામગીરી શરૂ કરવા તૈયાર છે
- અમેરિકન સરકારે મેરિલેન્ડને છ કરોડ ડોલર ફાળવી દીધા
અમેરિકાના ઇસ્ટર્ન સીબોર્ડ પરની સૌથી મોટી ઓપરેશનલ ક્રેન શુક્રવારે બાલ્ટિમોર બંદર પર તૈનાત કરવામાં આવી હતી, જે ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજના કાટમાળને ખસેડવાની કામગીરી શરૂ કરવા તૈયાર છે. નોંધનીય છે કે એક માલવાહક જહાજ અથડાયા બાદ આ પુલ તૂટી પડયો હતો. શુક્રવારે બપોર સુધી ક્રૂ હજુ પણ નુકસાનનું સર્વેક્ષણ કરી રહ્યા હતા. અમેરિકન કોસ્ટ ગાર્ડના પ્રવક્તા કાર્મેન કાર્વરના જણાવ્યા અનુસાર ક્રેન કે જે 1,000 ટન સુધીનો કાટમાળ ઉપાડી શકે છે તે શનિવારે સવારથી પાણીમાંથી કાટમાળ કાઢવાનું કામ શરૂ કરી દેશે. બીજી ક્રેન બાલ્ટિમોરના માર્ગે છે અને ટૂંક સમયમાં પહોંચવાની અપેક્ષા છે. સ્ટેટ અને ફેડરલ સત્તાવાળાઓ વ્યસ્ત બંદરને સાફ કરવા અને પુલના પુનઃનિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ડાલી નામના મહાકાય કન્ટેનર જહાજના અથડાયા બાદ પુલનું માળખું ધ્વસ્ત થઈ ગયું હતું અને તેમાં છ કામદારો પણ મોતને ભેટયા હતાં.
અમેરિકન સરકારે મેરિલેન્ડને છ કરોડ ડોલર ફાળવી દીધા










