• ગાંદરબલ જિલ્લાના સોનમર્ગના સર્બલમાં હિમસ્ખલન થયું
  • ભારે હિમસ્ખલનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ
  • બરફના મોટા પહાડ પરથી બરફના વિશાળ ટુકડાઓ પડ્યાં

ગુરુવાર 8 ફેબ્રુઆરીએ જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના સોનમાર્ગના સર્બલમાં એક વિશાળ હિમસ્ખલન થયો. હિમસ્ખલનનો એક વિડિયો સામે આવ્યો હતો જેમાં ભારે હિમસ્ખલન થતું જોવા મળ્યું હતું. જેમાં મોટા પહાડ પરથી બરફના વિશાળ ટુકડાઓ નીચે ધસી રહ્યા છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.

ભારે હિમસ્ખલનથી વહીવટીતંત્ર હાઈ-એલર્ટ પર

[[$googlead]]

જમ્મુ કશ્મીરના સોનમર્ગમાં બરફની ચાદર છવાઈ જાય ત્યાર બાદ હિમસ્ખલનની ઘટના દરવર્ષે બનતી જ રહે છે. સદનસીબે હિમસ્ખલન બાદ જાનહાનિ કે સંપત્તિના નુકસાનના કોઈ અહેવાલ નથી. વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર છે, પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને જરૂરી સાવચેતી રાખી રહ્યું છે.

[[$alsoread]]

તાજેતરમાં જાન્યુઆરી, 2023માં પણ હિમસ્ખલન થયું હતુ

જમ્મુ-કાશ્મીરના સોનમર્ગમાં ગયા વર્ષે બે દિવસમાં બે વાર હિમસ્ખલન થયું હતું. જેમાં કિશ્તવાડના બે મજૂરોનું મૃત્યુ થયું હતું, જ્યારે હિમસ્ખલન થયું તે લોકપ્રિય હિલ સ્ટેશનમાં એક બાંધકામ સાઇટ પર બરફ ધસી આવ્યો હતો. કાશ્મીરના લોકપ્રિય પર્યટન સ્થળ સોનમર્ગમાં શનિવારે સાંજે એક વિશાળ હિમપ્રપાત થયો, જે બે દિવસમાં આવી બીજી ઘટના બની હતી. તાજેતરમાં થયેલા જમ્મુ અને કાશ્મીર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કેન્દ્રશાસિત પ્રદેશના રહેવાસીઓ અને મુસાફરોને આગામી 24 કલાકમાં વધુ હિમપ્રપાતની ચેતવણી પણ આપી હતી.

કર્મચારીઓને સુરક્ષિત સ્થાને ખસેડાયા હતા

સોનમાર્ગના સરબલ ગામ તરફ હિમવર્ષાનો તાજો જથ્થા નીચે ઉતરતો દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યો હતો. ઈજાના કોઈ અહેવાલ મળ્યાં ન હતાં. જો કે, ગામમાં એક શેડને નુકસાન થયું હતું. પોલીસે જણાવ્યું કે, હૈદરાબાદ સ્થિત મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (MEIL)ના કર્મચારીઓ, જે વિસ્તારમાં એક ટનલ માટે કામ કરી રહ્યા હતાં, તેમને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવ્યા હતા.

  • Follow us on: