• ઈલેક્ટરોલ બોન્ડની માહિતી ચૂંટણી પંચમાં જમા કરાવો
  • સુપ્રીમ પાંચ બંધારણીય જજોની બેન્ચએ ચુકાદો આપ્યો
  • એક સપ્તાહમાં દાનની તમામ માહિતી આપવા નિર્દેશ

સુપ્રીમ કોર્ટે ચૂંટણી અંગે મોટી નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે, હાલમાં ઇલેક્ટ્રિકલ બોન્ડ્સ જારી કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ચુંટણી ફંડને લગતી તમામ માહિતી ચૂંટણી પંચને સોંપવા સુપ્રીમે જણાવ્યું છે. કોર્ટે તમામ દાન સાર્વજનિક કરવા જણાવ્યું હતું અને એક સપ્તાહમાં આ રીપોર્ટ જાહેર કરવા સૂચના આપી છે. વધુમાં કોર્ટે કહ્યું કે, ચૂંટણી દાનની માહિતી ગુપ્ત રાખવી, એ માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે.

સુપ્રીમે ચૂંટણી બોન્ડ દ્વારા ડોનેશન લેવા પર પ્રતિબંધ મૂક્યો

[[$googlead]]

આજે ગુરુવારે સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ દ્વારા ડોનેશન લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે કહ્યું કે, બોન્ડની માહિતી ગુપ્ત રાખવી એ માહિતી અધિકારનું ઉલ્લંઘન છે અને તે ગેરબંધારણીય છે. સુપ્રીમે કહ્યું છે કે, તમામ પોલિટીકલ પાર્ટીઓ 6 માર્ચ સુધીમાં હિસાબ આપે. સુપ્રીમ કોર્ટે ઈલેક્ટરોલ બોન્ડ સ્કીમની માન્યતાને પડકારતી અરજી પર આજે નામદાર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. આ ચુકાદો પાંચ બંધારણીય જજોની બેન્ચ દ્વારા ત્રણ દિવસની સુનવણી બાદ 2 નવેમ્બર 2023 એ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.

[[$alsoread]]

30 સપ્ટેમ્બર સુધીમાં પક્ષોને બોન્ડ દ્વારા કેટલી રકમ મળી

સુ્પ્રીમ કોર્ટે સુનાવણીમાં, પક્ષકારોને મળેલા ફંડિંગના ડેટાને જાળવી ન રાખવા બદલ ચૂંટણી પંચ સામે નારાજગી વ્યક્ત કરી હતી, કોર્ટે પંચને 30 સપ્ટેમ્બર સુધીમાં રાજકીય પક્ષોને ઈલેક્ટરોલ બોન્ડ દ્વારા કેટલી રકમ મળી છે તેની માહિતી વહેલી તકે આપવા જણાવ્યું હતું.

સરકારને ચૂંટણી બોન્ડની શું જરૂર છે?: ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડ

ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડે સરકારને પૂછ્યું હતું કે, ચૂંટણી બોન્ડની શું જરૂર છે? સરકારને તો ખબર જ છે કે, તેમને કોણ દાન આપી રહ્યું છે. ઈલેક્ટરોલ બોન્ડ મળતાની સાથે જ પાર્ટીને ખબર પડે છે કે, કોણે કેટલું દાન આપ્યું છે? આ અંગે સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, સરકાર એ જાણવા નથી માંગતી કે, કોણે કેટલા રુપિયા દાનમાં આપ્યા, દાતા પોતે પોતાની ઓળખ છુપાવવા માંગે છે. તે ઈચ્છતા નથી કે અન્ય કોઈ પક્ષને તેની જાણ થાય. જો હું કોંગ્રેસને દાન આપી રહ્યો છું, તો હું ઈચ્છતો નથી કે ભાજપ તેની ખબર પડે.

સુ્પ્રીમ કોર્ટમાં 5 જજોની બેન્ચ

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ, ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયમૂર્તિ બીઆર ગવઈ, ન્યાયમૂર્તિ જેબી પારડીવાલા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની બેન્ચ દ્વારા ચૂંટણી બોન્ડની માન્યતાની સુનાવણી કરવામાં આવી રહી છે. આ અંગે ચાર પિટિશન દાખલ કરવામાં આવી હતી. અરજીકર્તાઓમાં એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR), કોંગ્રેસ નેતા જયા ઠાકુર અને સીપીએમનો સમાવેશ થાય છે. આજે સુનાવણીમાં કેન્દ્ર સરકાર વતી એટર્ની જનરલ આર વેંકટરામણી અને સોલિસિટર જનરલ તુષાર મહેતા સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. અરજદારો વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ હાજર રહ્યા હતા.

વર્ષ 2023માં સુનાવણી હાથ ધરવામાં આવી હતી

ગયા વરસે 1 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટમાં ઈલેક્ટરોલ બોન્ડ સ્કીમ કેસની સુનાવણી થઈ હતી. કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, ચૂંટણી બોન્ડથી રાજકીય દાનમાં પારદર્શિતા આવી છે. અગાઉ દાન રોકડમાં આપવામાં આવતું હતું, પરંતુ હવે દાતાઓના હિતમાં દાનની ગુપ્તતા જાળવવામાં આવી છે.

31 ઓક્ટોબરના રોજ સુપ્રીમમાં પ્રથમ દવિસે સુનાવણી

કેન્દ્ર સરકાર વતી એટર્ની જનરલ આર વેંકટરામણી સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા, જ્યારે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ, પ્રશાંત ભૂષણ અને વિજય હંસરિયા અરજદારો તરફથી હાજર રહ્યા હતા. 31 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટમાં પ્રથમ દિવસે સુનાવણી દરમિયાન એટર્ની જનરલ આર વેંકટરામણી કેન્દ્ર સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા, જ્યારે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ, પ્રશાંત ભૂષણ અને વિજય હંસારિયા અરજદારો વતી હાજર થયા હતા. પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે આ બોન્ડ માત્ર લાંચ છે, જે સરકારના નિર્ણયોને પ્રભાવિત કરે છે. નાગરિકોને એ જાણવાનો અધિકાર છે કે કઈ પાર્ટીને રુપિયા ક્યાંથી મળ્યાં.

શું છે સમગ્ર મામલો?

ચૂંટણીમાં ઈલેક્ટરોલ બોન્ડની આ યોજનાને 2017માં જ પડકારવામાં આવી હતી. પરંતુ, સુનાવણી 2019માં શરૂ થઈ હતી. 12 એપ્રિલ, 2019ના રોજ, સુપ્રીમ કોર્ટે તમામ રાજકીય પક્ષોને 30મે, 2019 સુધીમાં ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડ સાથે સંબંધિત તમામ માહિતી એક એન્વેલોપમાં સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જો કે કોર્ટે આ યોજનાને અટકાવી ન હતી, બાદમાં ડિસેમ્બર, 2019માં, પિટિશનર એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ યોજના પર સ્ટે મૂકવા માટે અરજી દાખલ કરી.

પૂર્વ ચીફ જસ્ટીસ એસએ બોબડેએ શું કહ્યું?

જેમાં મીડિયાના અહેવાલોને ટાંકીને જણાવવામાં આવ્યુ હતું કે, ચૂંટણી પંચ અને રિઝર્વ બેંકની ચૂંટણી બોન્ડ યોજના અંગેની ચિંતાઓને કેન્દ્ર સરકાર દ્વારા કેવી રીતે અવગણવામાં આવી હતી. આ અંગે સુનાવણી દરમિયાન પૂર્વ CJI એસએ બોબડેએ કહ્યું કે, આ કેસની સુનાવણી જાન્યુઆરી 2020માં થશે. ચૂંટણી પંચ પોતાનો જવાબ દાખલ કરવા માટે સુનાવણી ફરીથી મુલતવી રાખવામાં આવી હતી. ત્યાર પછી આ મામલે કોઈ સુનાવણી થઈ નથી.

ચૂંટણી બોન્ડ શું છે ?

તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ 2017ના બજેટમાં ઇલેક્ટરોલ બોન્ડ સ્કીમ રજૂ કરી હતી. આ પ્રકારની બેંક નોટ છે. કોઇ પણ ભારતીય નાગરિક કે પછી કંપની SBIની પસંદ કરેલી શાખામાંથી બોન્ડ ખરીદી શકે છે. બેંકને KYC વિગતો આપીને 1000 થી 1 કરોડ રૂપિયાના બોન્ડ ખરીદી શકાય છે. બોન્ડ ખરીદનારની ઓળખ ગુપ્ત રહે છે તેમજ ટેક્સમાંથી પણ છુટ મળે છે.

તમે જે પક્ષને દાન આપી રહ્યા છો, તે પાત્ર છે કે કેમ? તે કેવી રીતે જાણવું?

બોન્ડ ખરીદનાર રૂ. 1,000 થી રૂ. 1 કરોડ સુધીના બોન્ડ ખરીદી શકે છે. ખરીદનારે તેની સંપૂર્ણ KYC વિગતો બેંકને આપવી પડશે. જે પક્ષને ખરીદનાર આ બોન્ડ દાન કરવા માંગે છે તેને છેલ્લી લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણીમાં ઓછામાં ઓછા 1% વોટ મળેલા હોવા જોઈએ. દાતાએ બોન્ડ દાન કર્યાના 15 દિવસની અંદર, તેને પક્ષ દ્વારા ચૂંટણી પંચ દ્વારા વેરિફાઈડ બેંક ખાતા દ્વારા રોકડ કરાવવાનું રહેશે.

ઇલેક્ટોરલ બોન્ડનો શું છે વિવાદ

તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ ઇલેક્ટરોલ બોન્ડ સ્કીમ અંગે કહ્યુ હતું કે રાજકીય પક્ષોના ભંડોળ અને ચૂંટણી પ્રણાલીમાં પારદર્શિતા તેમજ કાળા નાણા પર અંકુશ લાવવા આ બોન્ડ જરૂરી. જો કે આ બાદ વિવાદ થયો હતો કે બોન્ડ ખરીદનારની ઓળખ જાહેર ન કરાતી હોવાથી ચૂંટણીમાં કાળા નાણાનો ઉપયોગ કરવાનું માધ્યમ બની શકે તેમજ રાજકીય પક્ષોને ગમે તેટલા રૂપિયાનું દાન મળી શકે. આ યોજનાને 2017માં પડકારવામાં આવી હતી, ત્યાર બાદ 2019માં સુનાવણી થઇ હતી. સુપ્રીમ કોર્ટે તમામ રાજકીય પક્ષોને 30 મે, 2019 સુધીમાં ચૂંટણીપંચને ચૂંટણી બોન્ડ સાથેની માહિતી સબમિટ કરવાનો નિર્દેશ કર્યો હતો.

ચૂંટણી બોન્ડ સંબંધિત માહિતી વિશે જાણો

  • કોઈપણ ભારતીય તેને ખરીદી શકે છે.
  • બેંકને KYC વિગતો આપીને 1,000 થી 1 કરોડ રૂપિયાના બોન્ડ ખરીદી શકાય છે.
  • બોન્ડ ખરીદનારની ઓળખ ગુપ્ત રહે છે.
  • તેને ખરીદનાર વ્યક્તિને ટેક્સમાં છૂટ પણ મળે છે.
  • આ બોન્ડ જાહેર કર્યા પછી 15 દિવસ સુધી વેલિડ રહે છે.

જાણો, ઇલેક્ટોરલ બોન્ડ વિશે સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

  • આ સ્કીમ માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે
  • 6 માર્ચ સુધીમાં પાર્ટીઓને હિસાબ આપવા આદેશ
  • મતદારોને ચૂંટણી ભંડોળ વિશે જાણવાનો અધિકાર છે
  • બોન્ડની ગુપ્તતા જાળવી રાખવી એ ગંરબંધારણીય છે
  • CJI DY ચંદ્રચુડે સરકારને પૂછ્યું, સરકારને ખબર છે કે કોણ દાન આપી રહ્યું છે

  • Follow us on: