• મસ્જિદમાંથી નીકળેલા બે ડઝન લોકોએ હુમલો કર્યો

  • સળિયા અને તલવારોથી સજ્જ હુમલાખોરોએ પથ્થરમારો પણ કર્યો હતો
  • ઘટનાને પગલે તંગદિલી ફેલાઇ, પોલીસ કાફલો પહોંચ્યો, પરિસ્થિતિ હાલ કાબૂમાં

ઉત્તરપ્રદેશના અલીગઢમાં રવિવારે સાંજે કોમી ભારે બબાલ થઇ હતી. રસ્તા મુદ્દે થયેલા વિવાદ બાદ બે પક્ષો વચ્ચે જોરદાર પથ્થરમારો થયો હતો આ દરમિયાન એક મસ્જિદમાંથી બે ડઝન જેટલા લોકો રામબારાત પર સળીયા અને તલવારોથી હુમલો કર્યો હતો, જેમાં બે લોકો ગંભીર રીતે ઘવાયા હતા. ગ્રામીણોના અનુસાર પોલીસ અને વહીવટી અધિકારીઓ પરિસ્થિતિને કાબૂમાં લેવાના સ્થાને ઘટનાસ્થળેથી ભાગી છૂટયા હતા. ઘટના અલીગઢના ચંડૌસમાં થઇ હતી. પરંપરાગત રીતે જ અહીં ચાલી રહેલી રામલીલા હેઠળ રવિવારે સાંજે લગભગ પાંચ વાગે રામબારાતની શરૂઆત થઇ હતી. રામબારાત જ્યારે કસેરૂ અડ્ડા પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે જ મસ્જિદમાં રહેલા બે ડઝન જેટલા લોકોએ હુમલો કર્યો હતો. સળિયા અને તલવારોથી સજ્જ હુમલાખોરોએ પથ્થરમારો પણ કર્યો હતો. જેના કારણે ભાગદોડ મચી ગઇ હતી. ત્યારબાદ બંને પક્ષના ટોળા આમને-સામને આવી ગયા હતા અને પરિસ્થિતિ તંગદિલીપૂર્ણ બની હતી.

ઘાતક હથિયારો સાથે હતા હુમલાખોરો । પ્રત્યક્ષદર્શીઓના અનુસાર રામબારાત પરંપરાગત રીતે જ પોતાના નિર્ધારિત રૂટ પરથી પસાર થઇ રહી હતી. ત્યારે જ રસ્તામાં એક મસ્જિદમાંથી લગભગ બે ડઝન જેટલા લોકોનું ટોળું નીકળ્યું હતું. તેમના હાતમાં સળિયા અને તલવાર જેવા ઘાતક હથિયારો હતા અને આ લોકોએ રામબારાત પર હુમલો કર્યો હતો જેમાં કેટલાક લોકો ઘવાયા છે. રામબારાત પર હુમલો થવાની ઘટના બાદ સમુદાય વિશેષના બજારો બંધ થઇ ગયા હતા. ઘડાધડ દુકાનોના શટર પડવા લાગ્યા હતા. આ દરમિયાન પોલીસ ફોર્સ પણ પહોંચી ગઇ હતી.


  • Follow us on: