- દિકરીના રાતભર બહાર રહેતા પિતાએ કરી હત્યા
- પંજાબના અમૃતસરની ઘટના આવી સામે
- આરોપી પિતાની કરાઈ ધરપકડ
એક કહેવત છે કે છોરું કછોરું થાય પરંતુ માવતર કુમાવતર ન થાય. પણ કહેવતાને ખોટી સાબિત કરતો એક કિસ્સો સામે આવી રહ્યો છે. પંજાબના અમૃતસરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પિતાએ પોતાની દિકરીની હત્યા કરી. તેની લાશને મોટરસાઈકલ સાથે બાંધીને ઢસડીને લઈ જાય છે.
દિકરીના રાતભર બહાર રહેવા પર એક પિતા કઈ હદ સુધી જઈ શકે, તે ઘટના પહેલા કોઈએ ક્યારેય પણ નહી વિચાર્યું હોય. પંજાબના અમૃતસરમાં એક પિતાએ પોતાની 16 વર્ષની દિકરીના તલવારથી કટકા કર્યા હતા. એ પછી પણ તેનો ગુસ્સો શાંત ન થતા પોતાની દિકરીના મૃત શરીરને મોટરસાઈકલ સાથે બાંધીને આખા ગામમાં ઢસેડતો રહ્યો. માહિતી મુજબ છોકરી રાત્રે કોઈ બીજાના ઘરે રોકાઈ હતી. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે છોકરીની લાશને ઘસડીને લઈ જતો જોવા મળે છે.
સીસીટીવી ફૂટેઝ મળ્યા
પોલીસના દ્વારા મળતી માહિતી મુજબ છોકરીની લાશને ઘસીટવાથી લઈને રેલવે ટ્રેક પર ફેકવા સુધીના સીસીટીવી ફૂટેઝ મળ્યા છે. આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી છે. તેમજ તેને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યો છે. આરોપીએ કહ્યું છે કે તે અન્ય માતા-પિતાની જેમ નથી કે જો બાળકો કંઈ ખોટું કરે તો તેના પર પડદો નાખીએ. તેમજ આરોપી પિતાએ કહ્યું છે કે મને કોઈ પણ જાતનો પછતાવો નથી.
આરોપીની ધરપકડ કરવામાં આવી
આરોપીએ વધુમાં કહ્યું છે કે તે નથી ઈચ્છતો કે તેની દિકરીએ જ કર્યુ છે તેવુ કોઈપણ દિકરી કરે. કોર્ટે પોલીસને રીમાન્ડ આપી છે. પોલીસે આ મુદ્દે જણાવ્યુ છે કે અમને ખબર પડી છે નિહંગ શીખે પોતાની દિકરીના પહેલા તલવાર દ્વારા હત્યા કરી હતી અને મોટરસાઈકલમાં પાછળ બાંધીને રેલવે ટ્રેક સુધી ઘસેડીને લઈ ગયો હતો. છોકરી બહુ ઘાયલ થઈ હતી. પિતા પર હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જે બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે કહ્યું કે, છોકરી એક દિવસ પહેલા ઘરે જાણ કર્યા વિના ઘરથી બહાર જતી રહી હતી. એક દિવસ બાદ જ્યારે છોકરી ઘરો પરત ફરી ત્યારે પિતા સાથે બોલચાલ થઈ હતી. જે બાદ આરોપી પિતાએ તલવાર કાઢી અને દિકરીની હત્યા કરી અને મોટરસાઈલકમાં પગ બાંધીને ઘસડીને રેલવે ટ્રેક સુધી લઈ ગયો હતો.