પ્રયાગરાજમા મહાકુંભ મેળામાં સનાતન ધર્મના ભવ્યાતિભવ્ય દર્શન થઈ રહ્યા છે. સનાતનીઓના પાંચેક હજાર તંબુઓ અને ડોમ ઉભા કરેલા જોવા મળે છે. જ્યાં નજર કરો ત્યાં સનાતનીઓની અનેકવિધ ઝાંખીઓ જોવા મળે છે. હિન્દૂ ધર્મના વિવિધ સંપ્રદાય અને ફ્રિકાઓ માંથી એક વિશ્વ પ્રસિદ્ધ નાગા સાધુઓનો છે. ત્યારે પ્રયાગરાજમા એક નાગા સાધુનો મગજ છટકતા રસ્તો જામ કરી દીધો હતો. વાહન ચાલકે હોર્ન વગાડતા સાધુ રસ્તા પર બેસી ગયા હતા. પોલીસ હટાવવા ગઈ તો તેમની સામે પણ ધોકો ઉગામ્યો હતો.


નાગા સાધુઓના દર્શન અને તેઓના દ્વારા વિવિધ કરતબના દર્શન કરાવાતા હોય છે. નાગા સંપ્રદાયના એક સાધુ સંગમ રોડપરથી પસાર થઈ રહ્યા હતા.તેઓ રોડની વચ્ચોવચ ચાલતા હતા.ત્યારે એક વાહન એ હોર્ન વગાડતા ગળામાં ફ્ૂલની માળા, રાત્રીનો સમય હોવા છતાંય કાળા ચશ્મા પહેરેલા નાગાસાધુનો પિત્તો છટક્યો હતો. પોતાની પાસે રહેલી લાઠીના સહારે એકપગ પર ઉભા રહી ગયા હતા. તેઓ ગુસ્સે થતા યાત્રિકોની કાર અને પોલીસ નાગા સાધુને હટાવવા ગઈ તો બંને સામે લાઠી ઉગામી હતી.

પોલીસ પણ નાગા સાધુ સામે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા વામણી પુરવાર થતી જોવા મળી હતી. જેને કારણે નાગાસાધુ રોડ પર જ સુઈ ગયા હતા. તમાશાને તેંડુ ન હોય તેમ અહીંથી પસાર થતા યાત્રિકો નાગાસાધુના ખેલને જોવા ઉભા રહી ગયા હતા.

  • Follow us on: