• દિલ્હીને 80 દિવસ પછી નવા મેયર મળ્યા છે
  • MCD મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે.
  •  AAPના શૈલી ઓબેરોય દિલ્હીના મેયર બન્યા છે.

દિલ્હીને 80 દિવસ પછી નવા મેયર મળ્યા છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ચૂંટણીના પરિણામો ગયા વર્ષે 8 ડિસેમ્બરે આવ્યા હતા. આમાં AAPને સૌથી વધુ બેઠકો મળી હતી. આજે AAPના શૈલી ઓબેરોય અને ભાજપના રેખા ગુપ્તા વચ્ચે મુકાબલો હતો જેમાં શૈલી ઓબેરોય મેયર બન્યા છે. 

દિલ્હીમાં પહેલીવાર આમ આદમી પાર્ટીએ મેયર પદ પર જીત મેળવી છે. બુધવારના મતદાનમાં AAPની શેલી ઓબેરોયને 150 વોટ મળ્યા હતા. તેમણે ભાજપની રેખા ગુપ્તાને હરાવ્યા. ચૂંટણીમાં કુલ 241 કાઉન્સિલરોએ મતદાન કર્યું હતું. સાથે જ કોંગ્રેસના 9 કાઉન્સિલરોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. MCD ચૂંટણી માટે મતદાન ત્રણ મોકૂફ પછી આજે સવારે 11.20 વાગ્યે સિવિક સેન્ટર ખાતે શરૂ થયું હતું, જે લગભગ બે કલાક સુધી ચાલ્યું હતું.

[[$googlead]]


[[$alsoread]]

MCD મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે. AAPના શૈલી ઓબેરોય દિલ્હીના મેયર બન્યા છે. શૈલી ઓબેરોયને 150 વોટ મળ્યા હતા. શૈલી ઓબેરોયે બીજેપીની રેખા ગુપ્તાને હરાવ્યા છે. સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાદ શાંતિપૂર્ણ મતદાન થયુ હતુ. અગાઉ ત્રણ વખત દિલ્હીના મેયરની ચૂંટણી હંગામાને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. રેખા ગુપ્તાને 116 મત. કુલ મત 266 મળ્યા. 

આ પહેલા દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ દાવો કર્યો હતો કે AAP ઉમેદવાર શૈલી ઓબેરોય દિલ્હીના મેયર બની ગયા છે. સિસોદિયાએ ટ્વીટ કર્યું, "દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર બનવા પર આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન અને ફરી એકવાર દિલ્હીના લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. @OberoiShelly, AAPના પ્રથમ મેયરને ખૂબ ખૂબ અભિનંદન."

  • Follow us on: