- પોલીસે રાષ્ટ્રીય રાજધાનીના અન્ય ઘણા વિસ્તારોમાં પણ સુરક્ષા કડક કરી
- લોક કલ્યાણ માર્ગ સ્ટેશનના ગેટ નંબર 3 અને કેન્દ્રીય સચિવાલય સ્ટેશનના ગેટ નંબર 5 બંધ
- ગયા અઠવાડિયે ઈડીએ કરી હતી કેજરીવાલની ધરપકડ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ સામે વિરોધ નોંધાવવા આમ આદમી પાર્ટી (AAP) આજે વડા પ્રધાનના નિવાસસ્થાનનો ઘેરાવ કરશે. આવી સ્થિતિમાં, દિલ્હી ટ્રાફિક પોલીસે એક ટ્રાફિક એડવાઇઝરી જારી કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે મંગળવારે તુગલક રોડ, સફદરજંગ રોડ અને કમલ અતાતુર્ક માર્ગ પર કોઈપણ વાહનને ક્યાંય રોકવા અથવા પાર્ક કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આમ આદમી પાર્ટીના કોઈપણ વિરોધ પ્રદર્શનને મંજૂરી આપવામાં આવી નથી.
લોક કલ્યાણ માર્ગ પર સુરક્ષાનો કડક બંદોબસ્ત
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને ઘેરાવો કરવાના એલાનને પગલે પોલીસે 7, લોક કલ્યાણ માર્ગ પર સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. એક અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે 7, લોક કલ્યાણ માર્ગ એ વડાપ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન છે. પોલીસે રાષ્ટ્રીય રાજધાનીના અન્ય ઘણા વિસ્તારોમાં પણ સુરક્ષા કડક કરી છે.
એડવાઈઝરી અનુસાર, ખાસ કાયદો અને વ્યવસ્થાના કારણે મંગળવારે નવી દિલ્હી વિસ્તારમાં ટ્રાફિક પ્રભાવિત થશે. તેમાં કહેવામાં આવ્યું છે કે, "નવી દિલ્હી વિસ્તારમાં સરળ ટ્રાફિક વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવા માટે, તુગલક રોડ, સફદરજંગ રોડ અને કમાલ અતાતુર્ક માર્ગ પર કોઈપણ વાહનને ક્યાંય રોકવા અથવા પાર્ક કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં, લોકોને સામાન્ય પ્રવેશની મંજૂરી આપવામાં આવશે નહીં." અયોગ્ય પાર્કિંગ અને કાયદાકીય સૂચનાઓના અનાદર બદલ કાર્યવાહી કરવામાં આવશે."
લોક કલ્યાણ માર્ગ સ્ટેશનના ગેટ નંબર 3 અને કેન્દ્રીય સચિવાલય સ્ટેશનના ગેટ નંબર 5 આગામી આદેશ સુધી બંધ
એવું પણ કહેવામાં આવ્યું છે કે જો જરૂર પડશે તો ટ્રાફિકને અરબિંદો ચોક, તુઘલક રોડ, સમ્રાટ હોટલ રાઉન્ડબાઉટ, જીમખાના પોસ્ટ ઓફિસ રાઉન્ડબાઉટ, તીન મૂર્તિ હાઇફા રાઉન્ડબાઉટ, નીતિ માર્ગ રાઉન્ડબાઉટ અને કૌટિલ્ય માર્ગ રાઉન્ડબાઉટથી ડાયવર્ટ કરવામાં આવશે. પોલીસે વિનંતી કરી છે કે મુસાફરો કમલ અતાતુર્ક માર્ગ, સફદરજંગ રોડ, અકબર રોડ અને તીન મૂર્તિ માર્ગ પર જવાનું ટાળે. AAPના વિરોધને ધ્યાનમાં રાખીને, સુરક્ષા કારણોસર, દિલ્હી મેટ્રોના લોક કલ્યાણ માર્ગ સ્ટેશનના ગેટ નંબર 3 અને કેન્દ્રીય સચિવાલય સ્ટેશનના ગેટ નંબર 5ને આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન પ્રવેશ અને બહાર જવાનું પણ સંપૂર્ણપણે બંધ રહેશે.
વડાપ્રધાનના નિવાસસ્થાનની આસપાસ કલમ 144 પહેલેથી જ લાગુ
દિલ્હી પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે વડાપ્રધાનના નિવાસસ્થાનની આસપાસ કલમ 144 પહેલેથી જ લાગુ છે અને કોઈને પણ પ્રદર્શન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કેજરીવાલની ધરપકડના વિરોધમાં દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાયે મંગળવારે પીએમ આવાસનો ઘેરાવ કરવાની યોજના જાહેર કરી હતી. આમ આદમી પાર્ટીના સેંકડો કાર્યકરો આજે દિલ્હીમાં મોટો વિરોધ પ્રદર્શન કરશે. દિલ્હીમાં વિવિધ સ્થળોએ બેરિકેડ લગાવવામાં આવ્યા છે. દિલ્હી પોલીસની ટીમ ઘણી સક્રિય દેખાઈ રહી છે. સુરક્ષાના કારણોસર દિલ્હી પોલીસની ટીમ વાહનોની તપાસ કરી રહી છે અને લોકોની પૂછપરછ કરી રહી છે.
અગાઉ, આમ આદમી પાર્ટીએ સોમવારે સોશિયલ મીડિયા પર એક અભિયાન શરૂ કર્યું હતું અને લોકોને દેશમાં બંધારણ અને લોકશાહીને બચાવવા માટે તેને સમર્થન આપવા અપીલ કરી હતી. દિલ્હી સરકારના મંત્રી અને AAPના વરિષ્ઠ નેતા આતિશીએ અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં 'DP (ડિસ્પ્લે પિક્ચર)' નામનું સોશિયલ મીડિયા અભિયાન શરૂ કર્યું અને લોકોને તેમાં ભાગ લેવા વિનંતી કરી.
એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ ગયા અઠવાડિયે ગુરુવારે કેજરીવાલની ધરપકડ કરી હતી. તે 28 માર્ચ સુધી એજન્સીની કસ્ટડીમાં છે. કેજરીવાલની ધરપકડ સામે આમ આદમી પાર્ટીના નેતાઓ વિરોધ કરી રહ્યા છે.









