માફિયા મુખ્તાર અન્સારીના પુત્ર અબ્બાસ અન્સારીને હેટ સ્પીચના કેસમાં 2 વર્ષની સજા ફટકારવામાં આવી છે. શનિવારે મઉ કોર્ટે આ નિર્ણય કર્યો છે. સજાની જાહેરાત સાથે અબ્બાસનું વિધાનસભા પદ પણ જતુ રહ્યું. વિધાનસભાના પ્રમુખસચિવ પ્રદીપ દુબેએ ખાલી જગ્યા અઁગે ચૂંટણી પંચને સુચન કરી દીધું છે. રવિવારે રજા હોવા છતા સ્પેશ્યલ કાર્યાલય ખોલવામાં આવ્યું હતું અને આ લેટર આયોગને મોકલવામાં આવ્યો હતો.


અબ્બાસ અન્સારીને જે કેસમાં સજા ફટકારવામાં આવી છે તે 2022માં થયેલ વિધાનસભાની ચૂંટણીનો છે. ચૂંટણીની પ્રચાર દરમિયાન એક રેલીમાં અબ્બાસે જણાવ્યું હતું કે સપાના મુખિયા અખિલેશ યાદવને કહીને આવ્યો છું કે સરકાર બન્યા પછી 6 મહિના સુધી કોઈનું ટ્રાન્સફર કે પોસ્ટીંગ થશે નહીં. જે જ્યાં છે ત્યાં જ રહેશે. પહેલા હિસાબ થશે પછી ટ્રાન્સફર થશે. આ નિવેદન બાદ મઉ કોતવાલીમાં સબ ઈન્સપેક્ટર ગંગારામ બિંદે એફઆરઆઈ કરી હતી. લગભગ 3 વર્ષની સુનવણી બાદ આજે આ નિર્ણય લેવાયો છે.  

યુપી સચિવાલય તરફથી મઉ સીટને ખાલી જાહેર કરવામાં આવી છે. આ ઘોષણા સાથે જ ભારતના ચૂંટણી આયોગ તરફથી નિયમ અનુસાર ખાલી સીટ ભરવા માટે છ મહિનાની અંદર પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. અબ્ભાસ અન્સારીનું વિધાનસભાનું પદ રદ્દ થવાની સાથે જ તેની સુરક્ષા પણ પાછી ખેંચી લેવામાં આવી છે. 

મુખ્તાર અન્સારીના પુત્ર વિરુદ્ધ મની લોન્ડ્રીંગ અને ગેંગસ્ટર એક્ટ અંડરમાં પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ નવેમ્બર 2022માં જેલમાં બંધ હતા. બે મહિના પહેલા જ અબ્બાસને જામીન મળ્યા હતા. શનિવારે કોર્ટ તરફથી હેટ સ્પીચના કેસમાં સજા સંભળાવ્યા પછી જેને જામીન મળ્યાી હતા.  


  • Follow us on: