- LAWASIA સમ્મેલનને વર્ચ્યુઅલી સંબોધન
- ડિજિટલ યુગ તથા તેના પડકારો પર વાત કરી
- એઆઈ ટેક્નોલોજીની નૈતિકતા પર ઊભા થઈ રહેલાં સવાલો
ભારતના મુખ્ય ન્યાયધીશ જસ્ટિસ ડી.વાઇ. ચંદ્રચૂડે શનિવારે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે લોકોને મળતાં સંસાધનો અને તેને લગતી ફરિયાદોનો અધિકાર મેળવવા માટે કોઈ વ્યક્તિની ઓળખ અને સરકાર દ્વારા તેની આપવામાં આવેલી માન્યતા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સીજેઆઈએ 36મા LAWASIA સમ્મેલનને વર્ચ્યુઅલી સંબોધન કરતાં આ મહત્ત્વની ટિપ્પણી કરી હતી. સમ્મેલનમાં પોતાના સંબોધન દરમિયાન સીજેઆઈએ જણાવ્યું હતું કે સ્વતંત્રતામાં જાતે નિર્ણય કરવાની અને પોતાનું જીવન બદલવાની ક્ષમતા છે તથા વ્યક્તિને ઓળખ તેના નિર્ણયોથી મળે છે. આપણે સતત લોકોના જીવનના અવસરોને સીમિત કરવા અથવા વિસ્તારવા માટેના આ આંતર સંબંધ અને તેમાં રાજ્યની ભૂમિકાનો સામનો કરવો પડે છે.
ડિજિટલ યુગ તથા તેના પડકારો પર વાત કરી










