• ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને લઇને મતગણતરી
  • MP,રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ છે આગળ
  • કોંગ્રેસના નેતાએ હારને લઇને કહી મોટી વાત

મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં મતગણતરી ચાલી રહી છે.મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ આગળ છે. જ્યારે તેલંગાણામાં કોંગ્રેસનો દબદબો છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમનું નિવેદન સામે આવ્યું છે અને તેમનું કહેવું છે કે સનાતનના શ્રાપે કોંગ્રેસને ડુબાડી દીધી છે.

કોંગ્રેસના નેતાનું મોટું નિવેદન

[[$googlead]]

કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે સનાતનનો વિરોધ દેશને સ્વીકાર્ય નથી. જ્યાં સુધી કોંગ્રેસ સનાતનનો વિરોધ કરતી રહેશે ત્યાં સુધી તે હારતી રહેશે. કોંગ્રેસ સનાતન ધર્મનો સતત વિરોધ કરી રહી છે. હિંદુ ધર્મ વિરુદ્ધ ચૂંટણી લડે છે. જાતિના રાજકારણને મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે, જે દેશને સ્વીકાર્ય નથી.

[[$alsoread]]

તો કોંગ્રેસ AIMIM જેવી પાર્ટી બની જશે

આચાર્ય પ્રમોદે વધુમાં કહ્યું કે દેશમાં ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે મહાત્મા ગાંધીના માર્ગ પર ચાલવું પડશે, જ્યારે કોંગ્રેસ કાર્લ માર્ક્સના માર્ગ પર ચાલી રહી છે. તેણે પોતાની આદતો બદલવી પડશે. કોંગ્રેસ પાર્ટીએ જો આવા લોકોને નહી કાઢે તો આવનારા સમયમાં AIMIM જેવી પાર્ટી બની જશે 

  • Follow us on: