• ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ ટીએમસી સાંસદ પર લગાવ્યા ગંભીર આરોપો

  • મહુઆ મોઇત્રાએ જાણીતા ઉધ્યોગપતિ પાસેથી લાંચ લીધાનો આરોપ
  • દુબેએ અશ્વિની વૈષ્ણવ અને રાજીવ ચંદ્રશેખરને પત્ર લખીને લગાવ્યા આરોપ

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ભાજપ સાંસદ નિશિકાંત દૂબે દ્વારા ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા વિરુદ્ધ કરવામાં આવેલ ‘સવાલ પૂછવાના બદલામાં પૈસા લેવાના’ આરોપ મામલે પગલાં લીધા છે અને ફરિયાદને એથિક્સ કમિટી સમક્ષ રજૂ કરી છે.

સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ભાજપના સાંસદ નિશિકાંત દુબે દ્વારા કેન્દ્રીય આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રાજ્ય આઇટી મંત્રી રાજીવ ચંદ્રશેખરને પત્ર લખીને જણાવ્યું હતું કે મહુઆ મોઇત્રાએ લોકસભામાં સવાલ પૂછવા માટે કોઈ બિઝનેસમેન પાસેથી લાંચ લીધી હતી અને તેને લઈને તપાસ કરવા માટે સમિતિનું ગઠન કરવા માટે માંગ કરવામાં આવી હતી.

દુબેએ પોતાના પત્રમાં લખતા ઉલ્લેખ કર્યો હતો કે સુપ્રીમ કોર્ટના વકીલે TMC સાંસદ દ્વારા ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની પાસેથી મળેલી લાંચનો આરોપ લગાવ્યો હતો. તેમના પત્રમાં, દુબેએ જણાવ્યું હતું કે લોકસભામાં તેમના દ્વારા પૂછવામાં આવેલા 61 પ્રશ્નોમાંથી, 50 અદાણી જૂથ પર કેન્દ્રિત હતા, જે ટીએમસી સાંસદ દ્વારા ચોક્કસ બિઝનેસ જૂથના હિતમાં પૂછવામાં આવ્યા હતા.


  • Follow us on: