- પોલીસ CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરશે
- હુમલામાં પ્રધાન આર. કે. રોજાનો બચાવ, ડ્રાઇવરને માથામાં ઇજા
- YCRCના નેતાઓ દ્વારા પવન પર શાબ્દિક હુમલાથી ટેકેદારો ગુસ્સામાં હતા
આંધ્રપ્રદેશના યુવજન શ્રામિક રાયથુ કોંગ્રેસ (YSRC)નાં મિનિસ્ટર આર. કે. રોજાની કાર પર વિશાખાપટ્ટનમ એરપોર્ટ બહાર અભિનેતામાંથી નેતા બનેલા પવન કલ્યાણના સપોર્ટરો દ્વારા હુમલાના અહેવાલ છે. હુમલામાં રોજાનો બચાવ થયો છે, જોકે તેમના ડ્રાઇવરને માથામાં ગંભીર ઈજા પહોંચતાં હૉસ્પિટલ લઈ જવાયો છે. પવનના ટેકેદારો અભિનેતા-નેતાએ આવકારવા એરપોર્ટ પર ભેગા થયા હતા. YCRCના નેતાઓ દ્વારા પવન ઉપર કરવામાં આવેલા શાબ્દિક હુમલાથી ટેકેદારો ખૂબ આક્રોશમાં હતા. મિસ રોજા ઉપરાંત અન્ય નેતાઓ જોગી રમેશ અને સુબ્બારેડ્ડી ઉપર પણ હુમલો કરવામાં આવ્યો છે. મિસ રોજા ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેટ કોર્પોરેશનના ચેરપર્સન છે. તેઓ મુખ્યપ્રધાન વાય. એસ. જગનમોહન રેડ્ડીના ત્રણ રાજધાનીના પ્લાનના ટેકામાં યોજાયેલી રેલીમાં ભાગ લીધા પછી વાયઝેગ જવા એરપોર્ટ પહોંચ્યા હતા.
વાયઝેગને રાજધાની બનાવવાના ટેકામાં હજારો લોકો હાજર










