• ઇસરોએ આજે XPoSAT ઉપગ્રહને કર્યો લોન્ચ
  • ઇસરોના અધ્યક્ષે આ અંગે કરી વાતચીત
  • આદિત્ય એલ-1 વિશે પણ કરી મહત્વની વાત

1 જાન્યુઆરી 2024ના રોજ સવારે 9 વાગ્યે ઈસરોએ ઈતિહાસ રચ્યો છે. XPoSAT ઉપગ્રહને વર્ષના પ્રથમ દિવસે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યો છે. ત્યારે આ અંગે વાત કરતા ઇસરોના અધ્યક્ષ એસ. સોમનાથે આદિત્ય એલ-1ને લઇને મહત્વની વાત કરી હતી.

આદિત્ય એલ-1 સફળતા તરફ

[[$googlead]]

મહત્વનું છે કે ભારતનું પ્રથમ સૌર મિશન - આદિત્ય-એલ-1, 2જી સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવ્યું હતું અને હવે 6 જાન્યુઆરીએ એલ-1 પોઇન્ટ પર પહોંચશે તેમ એસ સોમનાથે જણાવ્યું હતું.ઈસરોના વડાએ જણાવ્યું હતું કે, "આદિત્ય-L1 6 જાન્યુઆરીએ તેના L1 પોઈન્ટ પર પહોંચશે અને અમે તેને ત્યાં રાખવા માટે અંતિમ પ્રયાસ કરવા જઈ રહ્યા છીએ."

[[$alsoread]]

2024માં ઇસરોના 12 મિશન

તેમણે વધુમાં જણાવ્યું કે અમારી પાસે 12 મહિનામાં ઓછામાં ઓછા 12 મિશન છે. ક્ષમતાના આધારે

કદાચ મિશનમાં વધારો પણ થઇ શકે છે. હાર્ડવેરનું ઉત્પાદન કરવાની અમારી ક્ષમતા, પરીક્ષણ પૂર્ણ કરવા અને જો કામગીરી વ્યવસ્થિત ચાલે તો અમે અમારા મિશન ઝડપી પુરા કરી શકીશું. નહિંતર, અમે ઓછામાં ઓછા 12-14 મિશન માટે તૈયાર છીએ

2024 એ ગગનયાન વર્ષ બનવા જઇ રહ્યું છે

તો બીજી તરફ મિશન ગગનયાન વિશે વાત કરતા જણાવ્યું કે 2024 એ ગગનયાનની તૈયારી માટેનું વર્ષ બનવા જઈ રહ્યું છે. તેની સાથે સાથે અમે પેરાશૂટ સિસ્ટમને સાબિત કરવા માટે હેલિકોપ્ટર આધારિત ડ્રોપ ટેસ્ટ કરીશું. જો કે તે એકથી વધારે ડ્રોપ ટેસ્ટ હશે. અમારી પાસે ઘણા સેંકડો મૂલ્યાંકન પરીક્ષણો પણ હશે. તેથી તે ગગનયાન વર્ષ બનવા જઈ રહ્યું છે. 

  • Follow us on: