• રાહુલ ગાંધીને સદસ્યતા પરત મળતા બંગલો ફાળવાયો

  • રાહુલ ગાંધી પાસે જે હતો તે જ બંગલો ફાળવાયો
  • 12 તુઘલક લેન બંગલો રાહુલ ગાંધીને પરત મળ્યો

રાહુલ ગાંધી માટે એક પછી એક શુભ સમાચાર આવી રહ્યા છે. એક તરફ સંસદમાં મોદી સરકાર સામે વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે તો આ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થાય તે પહેલા જ રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં રાહત મળી. તો સાથે સાથે, રાહુલ ગાંધીને તેમનું સંસદ સભ્ય પદ પણ પાછું મળ્યું. ત્યારે રાહુલ ગાંધી માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. રાહુલ ગાંધીને તેમનો સરકારી બંગલો પરત આપવામાં આવ્યો છે. રાહુલ ગાંધીને સરકારી બંગલો પરત મળવાને લઈને મીડિયા દ્વારા જ્યારે સવાલ કરવામાં આવ્યો તો રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે સમગ્ર દેશ મારુ ઘર છે. 

[[$googlead]]

મળતી માહિતી મુજબ, રાહુલ ગાંધીનુ સંસદ સભ્ય પદ પાછું મળતા તેમને પહેલા જ્યાં રહેતા હતા તે જ સરકારી બંગલો પરત આપવામાં આવ્યો છે. રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં 2 વર્ષની સજા ફટકારવામાં આવતા તેમનું સંસદ સભ્યપદ છીનવાયું હતું. તે વખતે તેઓ 12 તુઘલક લેન બંગલોમાં રહેતા હતા. સંસદ સભ્યપદ છીનવાઇ જતાં રાહુલ ગાંધીએ પોતાનો સરકારી બંગલો ખાલી કરવો પડ્યો હતો. ત્યારે હવે તેમને આ જ તેમનો જૂનો બંગલો ફાળવવામાં આવ્યો છે.

[[$alsoread]]

19 વર્ષથી હતું રાહુલ ગાંધીનું ઘર

12, તુગલક લેન બંગલા સાથે રાહુલ ગાંધીની ખાસ યાદો જોડાયેલી છે. તેઓ છેલ્લા 19 વર્ષથી સાંસદ તરીકે આ બંગલામાં રહેતા હતા. બંગલો ખાલી કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મેં સાચું બોલવાની કિંમત ચૂકવી છે.

કેમ ખાલી કરવો પડ્યો હતો બંગલો?

24 માર્ચના રોજ સુરત કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને 2 વર્ષની સજા ફટકારી હતી. આ નિર્ણય બાદ લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીની સંસદનુ સભ્યપદ રદ્દ કરી દીધું હતું. ત્યારબાદ રાહુલ ગાંધીએ સરકારી બંગલો ખાલી કરવો પડ્યો હતો. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી સાંસદ હતા.

રાહુલ ગાંધી જશે વાયનાડ

સંસદ સભ્યપદ પરત મળ્યા બાદ રાહુલ ગાંધી પહેલીવાર પોતાના લોકસભા મતવિસ્તાર વાયનાડનો પ્રવાસ કરશે. કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે આ અંગે માહિતી આપી હતી. રાહુલ ગાંધી આગામી 12-13 ઓગસ્ટના રોજ વાયનાડની મુલાકાતે જશે. સોમવારે લોકસભા સચિવાલએ અધિસૂચના જાહેર કર્યા બાદ રાહુલ ગાંધીને તેમનું સાંસદ પદ પરત મળ્યું હતું.


  • Follow us on: