છેલ્લા ઘણા સમયથી જાહેર સ્થળો પર કે પછી શૈક્ષણિક સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતી હોવાનું સામે આવે છે. ત્યારે હાલમાં મુંબઇના જોગેશ્વરી અને ઓશિવારા વિસ્તારમાં 2 શાળામાં બોમ્બ હોવાનો ધમકી ભર્યો ઇમેઇલ મળતા ખળભળાટ મચ્યો છે. ઘટનાની માહિતી મળતા પોલીસ શાળામાં દોડી ગઇ હતી. આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. શંકાશીલ ગતિવિધિઓની ગહન ચર્ચા કરવામાં આવી રહી છે. 


આ ગેંગનો હાથ હોવાની આશંકા

મુંબઈના જોગેશ્વરી અને ઓશિવારા વિસ્તારની એક શાળામાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો હતો, જેના કારણે હંગામો મચી ગયો હતો. ધમકી મળ્યા બાદ, મુંબઈ પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમ શાળા પરિસરમાં પહોંચી અને તપાસ શરૂ કરી. ઈમેલમાં, અફઝલ ગેંગ દ્વારા બોમ્બ મૂકાયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.  પોલીસે આ વિસ્તારને ઘેરી લીધો છે અને દરેક શંકાસ્પદ ગતિવિધિની સઘન તપાસ કરી રહી છે.

બોમ્બ ડિફ્યુઝલ સ્કવોર્ડ-પોલીસ ઘટના સ્થળે

બોમ્બ ધમકીના ઇમેઇલ પર કાર્યવાહી કરતા, ઇમરજન્સી રિસ્પોન્સ ટીમોને શાળામાં મોકલવામાં આવી હતી. આ અંગે મુંબઇ પોલીસે જણાવ્યું હતું કે સ્થાનિક કાયદા અમલીકરણ, વિસ્ફોટક શોધક ટીમ સાથે, વિદ્યાર્થીઓ અને સ્ટાફની સલામતી સુનિશ્ચિત કરવા માટે શાળામાં સંપૂર્ણ તપાસ શરૂ કરવા માટે રવાના આવી છે.

ખાનગી શાળાને પણ મળી ધમકી

આ દરમિયાન નવી મુંબઈની એક ખાનગી શાળામાં પણ આવો જ ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આજે સવારે શાળા પ્રશાસનને આ ઇમેઇલ મળ્યો ત્યારબાદ નવી મુંબઈ પોલીસ અને બોમ્બ સ્ક્વોડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા. ટીમે શાળા પરિસરમાં શોધખોળ શરૂ કરી દીધી છે. માહિતી અનુસાર, શાળાને ગુરુવારે સવારે 10 વાગ્યાની આસપાસ ટપાલ દ્વારા ધમકી મળી હતી.

શાળા પ્રશાસન-વાલીઓ સતર્ક રહે

ઘટનાને પગલે પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. પોલીસ આ મામતે ગંભીરતા દાખીવે તપાસ કરી રહી છે. ધમકી કોણ મોકલી તેનું લોકેશન ટ્રેસ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. પોલીસે સ્કૂલ પ્રશાસન અને વાલીઓને સતર્ક રહેવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. આમાં, RBI ની મુંબઈ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

  • Follow us on: