• બિહારની દેશી ભેંસ છે ડિમાન્ડમાં
  • હૈદરાબાદમાં બિહારની દેશી ભેંસનું દૂધ પ્રચલિત
  • 120 રૂપિયે પ્રતિ લિટર વહેંચાય છે આ દૂધ

દૂધમાં પૌષ્ટિક તત્વો ભરપૂર હોય છે. કેલ્શિયમ દૂધમાંથી ભારોભાર મળે છે. ગાયનું દૂધ અને ભેંસનું દૂધ. આ બંને દૂધની ડિમાન્ડ પણ અલગ અલગ જોવા મળે છે. ત્યારે આજે આપણે વાત કરીએ એવા દૂધની કે જે 125 રૂપિયે લિટર વેચાય છે. આ દૂધ છે દેશી ભેંસનું. જેમાં સ્હેજ પણ મિલાવટ થતી નથી. ત્યારે આવો જાણીએ ક્યાં વેચાય છે આવુ શુદ્ધ દૂધ.

હૈદરાબાદમાં બિહારની દેશી ભેંસો ડિમાન્ડમાં

દક્ષિણ ભારતના લોકોને બિહારની ભેંસનું દૂધ ગમે છે. આ કારણોસર જ બિહારના ઘણા વિસ્તારોમાંથી દેશી ભેંસ ખરીદીને આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં વેચવામાં આવી રહી છે. અહીં 30 થી 40 હજાર રૂપિયાની ભેંસની કિંમત 80 થી 90 હજાર રૂપિયામાં મળે છે. અહીંના લોકો સ્થાનિક ભેંસનું દૂધ વધારે પસંદ કરે છે. ત્યાં દેશી ભેંસનું દૂધ 100 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાય છે. આ દૂધમાં કોઈપણ પ્રકારની ભેળસેળ ન થતી હોવાથી લોકોને વધારે પસંદ છે.

શા માટે માંગ છે?

હૈદરાબાદમાં 100 થી 120 રૂપિયે પ્રતિ લિટર બિહારની ભેંસનું દૂધ વેચાય છે. લોકો હોંશે હોંશે આ દૂધ ખરીદે છે કારણ કે આ દૂધમાં કોઇ પણ ભેળસેળ કરવામાં આવતી નથી જેથી હૈદરાબાદમાં લોકો બિહારની ભેંસનું દૂધ વધારે પસંદ કરે છે. ત્યાં બિહારની દેશી ભેંસો ડેરીમાં બધે જ જોવા મળે છે. ત્યાં આ દૂધની કિંમત 100 થી 125 રૂપિયા પ્રતિ લીટર છે.

બિહારની ભેંસનું વેચાણ કરવામાં મુશ્કેલી ઘણી પડે છે. વળી હૈદરાબાદમાં આવા પશુઓની સંખ્યા પણ ઓછી છે. અહીંના લોકો જર્સી કે હાઇબ્રિડ ભેંસોનું દૂધ પીવાનું પસંદ કરતા નથી. દેશી ભેંસને હૈદરાબાદમાં વેચાણકર્તાના જણાવ્યા મુજબ મહિનામાં 3 વાર ટ્રક ભરીને બિહારથી ભેંસો લાવવામાં આવે છે. આ દરમિયાન મુશ્કેલી ઘણી પડે છે પરંતુ નફો પણ એટલો જ સારો થાય છે.

કેમ છે બિહારની દેશી ભેંસોની માગ ?

બિહારમાં દેશી ભેંસ 5થી 6 લિટર દૂધ આપે છે. જે તેલંગણા અને આંધ્રપ્રદેશમાં સારો ખોરાક મળવાને કારણે 10 થી 15 લિટર દૂધ આપે છે. બિહારમાં દેશી ભેંસનું મૂલ્ય હાઇબ્રિડ ભેંસના કારણે ઓછુ હોય છે. માટે જ ખેડૂતો સસ્તામાં આ ભેંસ વેચી દે છે. હૈદરાબાદના ડેરી સંચાલકો બિહારના વચેટિયાઓ દ્વારા આ ભેંસ ખરીદે છે.

કેવી રીતે થાય છે સપ્લાય

બિહારથી તેઓ ભેંસોને ટ્રકમાં ભરીને બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર થઈને તેલંગાણા અને આંધ્રપ્રદેશ પહોંચે છે. આ સમયગાળા દરમિયાન અધિકારીઓ પાસેથી પણ પરવાનગી લેવી પડે છે. તમામ મુશ્કેલીઓ હોવા છતાં, દક્ષિણ ભારતના રાજ્યોમાં માંગને ધ્યાનમાં રાખીને આ વ્યવસાય ફૂલીફાલી રહ્યો છે.

ગુજરાતની આ ભેંસો પણ કંઇ કમ નથી

સુરતી ભેંસ

આ ભેંસ ગુજરાત રાજયનો ખેડા જિલ્લો અને તેની આસપાસનો વિસ્તારમાં જોવા મળે છે. આમ તો આ ઓલાદની ભેંસો ઉત્તરમાં અમદાવાદથી દક્ષિણમાં સુરત સુધી જોવામાં આવે છે સુરતી ભેંસ ગુજરાતના નાના અને સીમાંત ખેડૂતો માટે વરદાનથી ઓછી નથી. નાના કદની સુરતી ભેંસ પણ વર્ષમાં 1600-1800 લિટર દૂધ આપે છે.વળી તેના દૂધમાં ફેટનું પ્રમાણ સારું હોવાથી ઘી ઉત્પાદન પણ સારું મળે છે.

મહેસાણી ભેંસ

મહેસાણી ભેંસોની આ ઓલાદ મુરાહ અને સુરતી ઓલાદની ભેંસોના સંકરણથી ઉદ્ભવેલ છે. આ ભેંસો મધ્યમ કદની, ભારે માથા વાળી, રંગે કાળા અને ભૂરા રંગની હોય છે. ભેંસની આ પ્રજાતિ સૌથી વધુ શાંતિપૂર્ણ છે, જે લગભગ 1800 થી 2000 લિટર દૂધ આપે છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના પશુપાલકો અને ખેડૂતો માટે મહેસાણાની ભેંસ રાખવી સામાન્ય બાબત છે.

જાફરાબાદી ભેંસ

જાફરાબાદી ભેંસ ખાસ કરીનેં પશ્ચિમ ભારતમાં ગુજરાતનાં સૌરાષ્ટ્ર પ્રદેશમાં જોવા મળી આવે છે. તે કદમાં સામાન્ય ભેંસ કરતા મોટી હોય છે. મજબૂત બાંધો ધરાવતી જાફરાબાદી ભેંસને ગીર ભેંસ પણ કહેવામાં આવે છે, જે એક વર્ષમાં 1800-2900 લિટર દૂધ આપે છે. તેના દૂધમાં લગભગ 8 ટકા ફેટ જોવા મળે છે.

  • Follow us on: