• ભાજપના રાજ્યસભાના સાંસદ અજય પ્રતાપ સિંહએ રાજીનામું આપ્યું
  • ભાજપ સાંસદ અજય પ્રતાપ સિધીમાંથી ટિકિટ ન મળવાથી નારાજ હતા
  • બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા અને વી ડી શર્માને રાજીનામું મોકલ્યું

લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા જ મધ્યપ્રદેશમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના રાજ્યસભા સાંસદ અજય પ્રતાપ સિંહે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને તેમણે આ અંગે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પણ જાણ કરી છે. એવું માનવામાં આવે છે કે સિધીમાંથી ટિકિટ ન મળવાથી સિંહ નારાજ હતા.

થોડાક કલાકો બાદ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની

દેશમાં હવે થોડાક કલાકો બાદ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની છે, પરંતુ તે પહેલા જ મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યસભાના સાંસદ અજય પ્રતાપ સિંહે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.

અજય પ્રતાપ સિંહ લોકસભા ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી નારાજ

માનવામાં આવે છે કે અજય પ્રતાપ સિંહ લોકસભા ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી નારાજ હતા. અજય પ્રતાપ સિંહે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માને પોતાનું રાજીનામું મોકલી દીધું છે અને તેની કોપી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

ભાજપે એમપીની 29 લોકસભા બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કર્યા

ભાજપે એમપીની તમામ 29 લોકસભા બેઠકો માટે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે અને તેમને ટિકિટ આપવામાં આવી નથી. સીધીમાં ભાજપે રાજેશ મિશ્રાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

  • Follow us on: