- મધ્યપ્રદેશમાં કોંગ્રેસને ફટકો
- કમલનાથના નજીકના નેતાએ કેસરિયો કર્યો
- સૈયદ જાફર જોડાયા ભાજપમાં
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પક્ષપલટાનો દોર પુરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે વધુ એક કોંગી નેતાએ ભગવો ધારણ કર્યો છે. મધ્યપ્રદેશમાં કમલનાથના નજીકના ગણાતા એવા સૈયદ જાફરે કોંગ્રેસથી છેડો ફાડીને ભાજપને અપનાવી લીધુ છે.
કોંગ્રેસને ફટકો
લોકસભા ચૂંટણી પહેલા મધ્યપ્રદેશમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના નજીકના નેતા સૈયદ જાફર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. સૈયદ જાફર એમપી કોંગ્રેસના જનરલ સેક્રેટરી સાથે મીડિયા પેનલિસ્ટ રહી ચૂક્યા છે.
સીએમ યાદવની હાજરીમાં કેસરિયો
આજે જાફરે મધ્યપ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે મુખ્યમંત્રી ડો.મોહન યાદવ અને મધ્યપ્રદેશ ભાજપ પ્રમુખ વીડી શર્માની હાજરીમાં ભાજપનું સભ્યપદ લીધું હતું. પૂર્વ સાંસદ કોંગ્રેસના પ્રવક્તા સૈયદ જાફરે અગાઉ પોતાની ઈન્ટરનેટ મીડિયા પ્રોફાઇલ બદલી હતી. તેમણે લખ્યું હતું કે જૂની યાદો.
અન્ય 64 નેતાઓ પણ જોડાયા
કમલનાથના નજીકના સાથી સૈયદ જાફરની સાથે કોંગ્રેસના 64 નેતાઓએ પણ પાર્ટી છોડી દીધી છે અને તમામ ભાજપમાં જોડાઈ ગયા છે. તેમાં છિંદવાડા ઉપરાંત ઉજ્જૈન, દમોહ અને રતલામ જિલ્લાના કોંગ્રેસના નેતાઓનો સમાવેશ થાય છે. પાર્ટીમાં જોડાયા બાદ સૈયદ જાફરે કહ્યું કે રાહુલ ગાંધીની કાર્યશૈલીના કારણે તેમણે પાર્ટી છોડી દીધી છે. કમલનાથ સામે કોઈપણ પ્રકારની નારાજગી નથી.









