• પાર્ટીઓ દિવ્યાંગોને લંગડા કે મૂંગા કહી શકશે નહીં

  • નિયમનો ભંગ કરશે તો પાંચ વર્ષની કેદ
  • પાર્ટીએ દિવ્યાંગોનાં સંપર્ક માટે કાર્યકરોને તાલીમ આપવાની રહેશે

આગામી વર્ષે 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલાં ચૂંટણી પંચ દ્વારા રાજકીય પક્ષો માટે કેટલીક ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે. જેમાં ચૂંટણી પંચે રાજકીય પક્ષોને ચૂંટણી પ્રચાર વખતે દિવ્યાંગો માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ નહીં કરવા તાકીદ કરી છે. રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર વખતે દિવ્યાંગો માટે લંગડા, મૂંગા, પાગલ, માથાનાં ફરેલા, અંધ, કાણા, બહેરા, લૂલા, અપાહિજ જેવા શબ્દોનો ઉપયોગ કરી શકશે નહીં. નેતાઓની સ્પીચમાં કે સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં જે જાહેરાતો અને પ્રેસ રિલીઝમાં પણ આવા શબ્દોનો ઉપયોગ કરી શકાશે નહીં. જો તેનો ભંગ કરાશે તો દિવ્યાંગજન અધિકાર એક્ટ 2016ની કલમ 92 હેઠળ 5 વર્ષની કેદની સજા કરી શકાશે. રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર દરમિયાન સ્પીચ, સોશિયલ મીડિયા પોસ્ટ, જાહેરાતો અને પ્રેસ રિલીઝ રિવ્યૂ કરવાની રહેશે. રાજકીય પક્ષોએ દિવ્યાંગો માટે પણ સ્પીચ, સોશિયલ મીડિયા પોસ્ટ, જાહેરાતો અને પ્રેસ રિલીઝ જાહેર કરવાની રહેશે. દરેક પાર્ટીએ દિવ્યાંગોનાં સંપર્ક માટે કાર્યકરોને તાલીમ આપવાની રહેશે.


  • Follow us on: