• આજે 91મો ભારતીય વાયુસેના દિવસ
  • પીએમ મોદી સહિત દિગ્ગજોએ પાઠવી શુભકામના
  • 72 વર્ષ બાદ બદલાયો વાયુસેનાનો ધ્વજ

એરફોર્સની 91મી વર્ષગાંઠ પર રવિવારે વધુ એક નવો અધ્યાય ઉમેરાયો છે. આજે ભારતીય વાયુસેનાને નવો ધ્વજ મળ્યો છે. આ ફેરફાર 72 વર્ષ બાદ કરવામાં આવ્યો છે. વાયુસેનાના વડા ચીફ એર માર્શલ વીઆર ચૌધરીએ પરેડ દરમિયાન ધ્વજ બદલીને વાયુ યોદ્ધાઓને શપથ પણ લેવડાવી હતી.


[[$googlead]]

દિગ્ગજોએ આપી શુભકામના

[[$alsoread]]

તો આ ઐતિહાસિક ઘટનાને પગલે પીએમ મોદી સહિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત યુપી સીએમ યોગી આદિત્યનાથે વાયુ સેનાના 91માં સ્થાપના દિવસ પર ભારતીય વાયુસેનાના કર્મીઓને શુભકામના પાઠવી હતી.


આ દિવસે ભારતીય વાયુસેનાએ રવિવારે સવારે પ્રયાગરાજના બમરૌલી વાયુસેના સ્ટેશન પર ઔપચારિક પરેડ સાથે 91મી વર્ષગાંઠ સમારોહની શરૂઆત કરી હતી.


રક્ષામંત્રીએ પાઠવી શુભકામના

રક્ષામંત્રી રાજનાથ સિંહે પોસ્ટ કરતા જણાવ્યું કે ભારત માતાના વીર સપૂતોને શૌર્ય, સાહસ અને પરાક્રમ રચ્યો છે. જયહિંદ. 


મહત્વનું છે કે વાયુસેના દિવસ એ ભારતીય વાયુસેના (IAF) ના દેશના સશસ્ત્ર દળોમાં સત્તાવાર સમાવેશને ચિહ્નિત કરે છે, જેની સ્થાપના 8 ઓક્ટોબર 1932ના રોજ કરવામાં આવી હતી.દર વર્ષે આ દિવસ ભારતીય વાયુસેના પ્રમુખ અને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં ઉજવવામાં આવે છે. યુનાઇટેડ કિંગડમના રોયલ એર ફોર્સ માટે સહાયક દળ તરીકે 1932 માં હવાઈ દળની સત્તાવાર રીતે સ્થાપના કરવામાં આવી હતી અને પ્રથમ ઓપરેશનલ સ્ક્વોડ્રન 1933 માં ઉભું કરવામાં આવ્યું હતું.



  • Follow us on: