આખા ભારતમાં એરટેલ કંપનીનું નેટવર્ક મોબાઈલ ફોનમાંથી ગુમ થયું હતું. લગભગ 1 કલાકથી એરટેલ સેવા ઠપ થઈ હોવાનું બહાર આવી રહી છે. 


પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સહિત અનેક રાજ્યમાં મોબાઈલમાં એરટેલ કંપનીના નેટવર્ક છોડી દીધું જેને લઈ અનેક વપરાશ કર્તાઓ સંઘર્ષ કરી રહ્યા હતા. ડાઉનડિટેક્ટરના જણાવ્યા મુજબ 10:25 AM સુધીમાં વપરાશકર્તાની ફરિયાદો 1,900થી વધી ગઈ હતી, જે બ્રોડબેન્ડ અને મોબાઈલ બંને સેવાઓમાં વ્યાપક આઉટેજને દર્શાવે છે.

દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની એરટેલ આઉટેજનો શિકાર બની છે. વપરાશકર્તાઓ એરટેલ ડાઉન હોવાની જાણ કરી રહ્યા છે. એરટેલ યુઝર્સ ફરિયાદ કરી રહ્યા છે કે તેઓ ઇન્ટરનેટ અને કોલિંગમાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વપરાશકર્તાઓ X પર આ વિશે ફરિયાદ કરી રહ્યા છે. 26 સપ્ટેમ્બરની વહેલી સવારથી જ ભારતની ટેલિકોમ દિગ્ગજ કંપની ભારતી એરટેલના હજારો વપરાશકર્તાઓ કનેક્ટિવિટીની સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. wifi અને બ્રૉડબેન્ડ સર્વિસ પણ પ્રભાવિત થઈ છે. તેનાથી કંપનીના કરોડો યુઝર્સને આંચકો લાગ્યો છે.

અમદાવાદ સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાંથી લોકો ફરિયાદ કરી રહ્યા છે કે એરટેલ સેવા તેમના માટે કામ કરી રહી નથી. યુઝર્સે દાવો કર્યો છે કે તેઓ એરટેલ નેટવર્ક દ્વારા કોલ પણ કરી શકતા નથી. જોકે, મોટાભાગના યુઝર્સ ઈન્ટરનેટ કામ કરતું ન હોવાની ફરિયાદ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં કંપનીએ એરટેલ આઉટેજના કારણને લઈ કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.


  • Follow us on: