- અજમેરમાં બ્લેકમેલ-રેપ કેસમાં કોર્ટે આરોપીને ફટકારી સજા
- POCSO કોર્ટે 6 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી
- આજીવન કેદની સજા અને રૂ. 30 લાખનો દંડ ફટકાર્યો
અજમેરના બહુચર્ચીત બ્લેકમેલ-રેપ કેસમાં પોક્સો કોર્ટ નંબર 2 એ પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે તમામ 6 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારી છે.
અજમેરના બહુચર્ચિત બ્લેકમેલ-રેપ કેસમાં પોક્સો કોર્ટ નંબર 2 એ આજે પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે તમામ છ આરોપીઓ નફીસ ચિશ્તી, નસીમ ઉર્ફે ટારઝન, ઈકબાલ ભાટી, સલીમ ચિશ્તી, સોહેલ ગની અને સૈયદ ઝમીર હુસૈનને દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા અને રૂ. 30 લાખનો દંડ ફટકાર્યો હતો. તમને જણાવી દઈએ કે આ તમામ આરોપીઓએ 1992માં યુવતીઓને અશ્લીલ ફોટા પાડી બ્લેકમેલ કરીને બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસમાં કોર્ટે નવ આરોપીઓને સજા ફટકારી છે.













