• એમ્નેસ્ટી સામેની FCRA ભંગની તપાસમાં પૂરક ચાર્જશીટ દાખલ

  • જાન્યુ. 2022માં પહેલી ચાર્જશીટ દાખલ થયાના 23 મહિના બાદ પૂરક ચાર્જશીટ
  • ચાર્જશીટ દાખલ કર્યાના 23 મહિના બાદ પૂરક ચાર્જશીટ દાખલ

એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયા પ્રા. લિ. (AIIPL) અને તેના તત્કાલીન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર આકાર પટેલ સામેની ફોરેન કોન્ટ્રિબ્યૂશન રેગ્યુલેશન એક્ટ (FCRA) ભંગની તપાસ સંદર્ભે સીબીઆઇએ પૂરક ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં તેણે અન્ય ડાયરેક્ટર્સ તથા સહી કરનારાઓની ભૂમિકાની વિગતો રજૂ કરી હોવાનું કહેવાય છે. સીબીઆઇએ આ કેસમાં AIIPL અને આકાર પટેલ સામે અહીંની સ્પેશિયલ કોર્ટમાં 7 જાન્યુઆરી, 2022ના રોજ પહેલી ચાર્જશીટ દાખલ કર્યાના 23 મહિના બાદ પૂરક ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં તેણે આકાર પટેલ, AIIPL, ઇન્ડિયન્સ ફોર એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ટ્રસ્ટ (IAIT), AIIPLના તત્કાલીન ડાયરેક્ટર્સ શોભા મથાઇ, નંદિની આનંદ બસપ્પા, મિનાર વાસુદેવ પિંપલે, AIIPLના ઓપરેશન્સ હેડ મોહન પ્રેમાનંદ મુંદકુર અને ઓથોરાઇઝડ સિગ્નેટરી રાજકિશોર કપિલ સામે IPCની કલમ 120મ્ (ગુનાઇત ષડયંત્ર) અને FCRAની કલમ 11 (1), 35 તથા 39 (2) હેઠળ ગુના દાખલ કર્યા છે.

સ્પેશિયલ કોર્ટે નોંધ્યું હતું કે આરોપી (આકાર પટેલ) કંપનીની બાબતોના ઇનચાર્જ હોવાનું સાબિત કરવા ફરિયાદી પક્ષે કંપનીના સિગ્નેટર્સ અને ડાયરેક્ટર્સના નિવેદનો પર આધાર રાખ્યો છે. કોન્ટ્રાક્ટ પર સહી કરનારાઓની અને કંપનીના ડાયરેક્ટર્સની ભૂમિકાની તપાસ કરવામાં આવી નથી. સીબીઆઇએ આરોપ લગાવ્યો હતો કે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ (યુકે)એ 24 સપ્ટેમ્બર, 2015ના રોજ AIIPLમાં રૂ. 10 કરોડનું રોકાણ કર્યું હતું, જેને કમ્પલસરી કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (CCD) તરીકે વર્ગીકૃત કરાયું હતું.

IAITએ કથિતપણે કોલેટરલ તરીકે રૂ. 10 કરોડની FDના આધારે રૂ. 14.25 કરોડની ઓવરડ્રાફ્ટ સુવિધા મેળવી હતી અને આ ભંડોળનો ઉપયોગ AIIPLના ખર્ચની ચૂકવણી માટે કર્યો હતો. સીબીઆઇએ ગૃહ મંત્રાલયની ફરિયાદ પર 5 નવેમ્બર, 2019ના રોજ AIIPL, IAIT, એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયા ફાઉન્ડેશન ટ્રસ્ટ (AIIFT), એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ સાઉથ એશિયા ફાઉન્ડેશન (AISAF) તથા અન્યો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કર્યા બાદ સમગ્ર મામલે તપાસ આરંભાઇ હતી.


  • Follow us on: