• ફ્લાઈટમાં બોમ્બની અફવાને લઈ ઈમરજન્સી લેન્ડિંગ
  • અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ
  • દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

અવારનવાર ફ્લાઇટમાં બોમ્બની અફવા હોવાના સમાચાર સામે આવી રહી છે. રોજ બરોજ એક ઘટના તો પ્રકાશમાં આવે જ છે. ત્યારે વધુ એકવાર ફ્લાઇટમાં બોમ્બ હોવાનું સામે આવતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા.

ઇમરજન્સી લેન્ડિંગ કરાયું

[[$googlead]]

અકાસા એરલાઇન્સમાં દિલ્હીથી મુંબઇ જતી ફ્લાઇટમાં બોમ્બ હોવાની માહિતી મળતા જ ક્રૂ સહિત મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. પરિણામે અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું...

[[$alsoread]]

ફ્લાઈટમાં 186 મુસાફરો સવાર હતા

ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી સામે આવ્યા બાદ હવે આકાસા એરલાઈન્સ દ્વારા પણ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે. આકાસા એરના પ્રવક્તાને જવાબદાર ગણવામાં આવ્યા છે. મહત્વનું છે કે  3 જૂન, 2024ના રોજ દિલ્હીથી મુંબઈ જઈ રહેલી Akasa એરની ફ્લાઈટ QP 1719ને સુરક્ષા ચેતવણી મળી હતી. આ ફ્લાઈટમાં 186 મુસાફરો સવાર હતા, જેમાં 1 બાળક અને 6 ક્રૂ મેમ્બર હતા.

મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા

બોમ્બ હોવાની ધમકી મળતા જ  નિર્ધારિત સલામતી અને સુરક્ષા પ્રક્રિયાઓ અનુસાર વિમાનને અમદાવાદ તરફ વાળવામાં આવ્યું હતું. ફ્લાઇટના કેપ્ટને તમામ જરૂરી કટોકટીની પ્રક્રિયાઓનું પાલન કર્યું. દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઈટ સવારે 10:13 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ હતી. અહીં ઉતર્યા બાદ તમામ મુસાફરોને પ્લેનમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા. વિમાનમાંથી મુસાફરોને ઉતાર્યા બાદ ફ્લાઇટની તપાસ કરવામાં આવી રહી છે

વિસ્તારા એરલાઇન્સમાં પણ આવી જ ઘટના 

પેરિસથી મુંબઇ આવી રહેલી વિસ્તાર એરલાઇન્સમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. બોમ્બ હોવાની ધમકી મળતા ગભરાહટ ફેલાઇ હતી.જો કે સમાચાર મળતા જ મુંબઇ એરપોર્ટ પર ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી હતી. મુસાફરોને એરપોર્ટની અંદર જ રહેવા સૂચના આપી. કોઇ બહાર ન જઇ શકે કે કોઇ અંદર ન આવી શકે. ફ્લાઈટ લેન્ડ થતાની સાથે જ પોલીસ, સિક્યોરિટી ગાર્ડ, ફાયર બ્રિગેડ, બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમ રનવે પર પહોંચી ગઈ હતી.

મુસાફરની બેગમાં ધમકી લખેલો પત્ર

આ અંગે વિસ્તારા એરલાઈન્સના પ્રવક્તાએ જણાવ્યું કે 2 જૂન, 2024ના રોજ સવારે વિસ્તારાની ફ્લાઈટ UK 024 પેરિસથી મુંબઈ આવી રહી હતી. ફ્લાઇટમાં 294 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર હતા. તેણે પેરિસ ચાર્લ્સ ડી ગોલ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. મુસાફરી દરમિયાન એક મુસાફરને તેની બેગમાંથી એક નોટ મળી, જેના પર ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકીભર્યો સંદેશ લખવામાં આવ્યો હતો.

  • Follow us on: