• અખિલ ભારતીય હિંદુ મહાસભા લડશે ચૂંટણી
  • સ્વામી ચક્રપાણિ મહારાજે કહ્યું લોકસભાની ચૂંટણીમાં ઉતારશે ઉમેદવાર
  • દેશનો પહેલો હિન્દુત્વવાદી રાજકીય પક્ષ છે અખિલ ભારતીય હિંદુ મહાસભા

ભારતના પ્રથમ રાજકીય પક્ષ અને શ્રી રામ જન્મભૂમિના મુખ્ય પક્ષ અખિલ ભારત હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણિ મહારાજે 2024ની લોકસભા ચૂંટણીમાં દેશભરમાં ઉમેદવારો ઊભા કરવાની જાહેરાત કરી છે.

હિન્દુત્વવાદી રાજકીય પક્ષ

તેમણે પોતાના સંબોધનમાં કહ્યું છે કે અખિલ ભારત હિન્દુ મહાસભા એ દેશનો પહેલો હિન્દુત્વવાદી રાજકીય પક્ષ છે જેની સ્થાપના 1882માં થઈ હતી અને 1915માં ભારત રત્ન પંડિત મદન મોહન માલવિયાએ તેનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. જ્યારે વીર સાવરકર ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. તેમણે અખિલ ભારતીય હિંદુ મહાસભા તરફથી રાજનીતિનું હિંદુકરણ હિંદુઓના સૈનિકની ઘોષણા કરીને હિંદુઓને સશ્કત કરવા પણ જોર આપ્યુ હતું.

ટૂંક સમયમાં કરાશે જાહેર
સ્વામી ચક્રપાણી મહારાજે આરોપ લગાવ્યો હતો કે 1949થી શ્રી રામ મંદિર માટે સુપ્રીમ કોર્ટની લડાઈ જીતનાર હિંદુ મહાસભાને મંદિરના અભિષેક માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. તેથી ન્યાય માટે હિન્દુ મહાસભા દેશભરમાં ઉમેદવારો ઉભા રાખશે. ટૂંક સમયમાં દેશમાં સમગ્ર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે.
  • Follow us on: