- થોડા દિવસ પહેલાં પોપે કહેલું કે જાતીય સુખ પણ ઈશ્વરની ભેટ છે
- દારૂ, ભૂમિ અને ઉદ્યમશીલતા આપણને સોંપાયા, આપણે તેને આનંદ સ્રોત બનાવીએ છીએ
- 87 વર્ષના પોપે કહ્યું કે દારૂ ઈશ્વર તરફથી એક ઉપહાર છે
કેથલિક ચર્ચના વર્તમાન પ્રમુખ, રોમના બિશપ અને વેટિકન સિટીના વડા પોપ ફ્રાન્સિસનું તાજું નિવેદન ખૂબ ચર્ચામાં છે. પોપ ફ્રાન્સિસે દારૂને ઈશ્વરની ભેટ ગણાવી છે. 87 વર્ષના પોપે કહ્યું કે દારૂ ઈશ્વર તરફથી એક ઉપહાર છે અને તે આપણને એટલા માટે આપવામાં આવ્યો છે કેમ કે આપણે તેને આનંદનો ખરો સ્રોત માનીએ છીએ. તેમણે મજાકમાં આગળ કહ્યું કે આ નશામાં ધૂત પોપ જેવી વાત લાગે છે. વેટિકનમાં તેમની સાથે એક અંગત બેઠક દરમિયાન ઇટાલિયન લિકર નિર્માતાઓએ યુરોપિય સ્વાસ્થ્ય ચેતવણીઓ સામેની લડાઈ દરમિયાન તેમના આ નિવેદનનાં વખાણ કર્યાં હતાં. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં પોપે કહેલું કે જાતીય સુખ પણ ઈશ્વરની ભેટ છે. પોપે વેટિકનમાં લોકોના સમૂહને કહેલું કે સેક્સનો આનંદ લેવો અને પ્રેમની રક્ષા કરવી તેમનું કર્તવ્ય હતું, કેમ કે તેના વિના જીવન દુઃખદ અને એકલતાથી ભરપૂર હશે. તેમણે આગળ કહેલું કે, ખ્રિસ્તી ધર્મમાં સેક્સુઅલ ઇન્સ્ટિક્ટની કશી નિંદા નથી. આની પહેલાં ધાર્મિક નેતાએ 2016માં એમ કહેલું કે દારૂ લગ્ન સમારંભનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. તેમણે કહેલું, એક લગ્નની પાર્ટીમાં દારૂ ન હોવાના કારણે નવદંપતીને શરમ આવે છે. કલ્પના કરો કે તમે ચા પીતાં પીતાં લગ્નની પાર્ટી પૂરી કરો તો કેવી હશે.
હેલ્ધી ડ્રિંકિંગ હેબિટ હોવી જોઈએ










