• દેશમાં વકરવા લાગ્યો H3N2 વાયરસ, પાંડેચેરી સરકારે લીધો આ નિર્ણય
  • કેસ વધતાં 1 થી 8માં ધોરણની સ્કૂલો બંધ કરી
  • આરોગ્ય વિભાગે હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવાનો આદેશ આપ્યો

હજુ તો કોરાનાથી થોડી રાહત અનુભવી રહ્યા છીએ ત્યાં H3N2એ ચિંતા વધારી દીધી છે. H3N2 નામનો નવો વાયરસ ત્રાટકતા હાલ ભયનો માહોલ છે. ઘણા રાજ્યોમાં H3N2ના કેસ વધી રહ્યાં છે આથી રાજ્ય સરકારોએ બચવા માટે જરૂરી પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. આરોગ્ય વિભાગે હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે.

https://twitter.com/ANI/status/1635889474428100614

પુડુચેરીમાં H3N2 વાયરસનો ચેપ વધી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને 16 થી 26 માર્ચ સુધી તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પુડુચેરીના શિક્ષણ મંત્રી એ નમસ્શિવમે માહિતી આપી છે. પુડુચેરીમાં H3N2 વાયરસના ચેપના 70 થી વધુ કેસ નોંધાયા છે.

યુ.એસ. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) મુજબ, H3N2 એ બિન-માનવ ઈન્ફલ્યુએન્ઝા વાયરસ છે જે સામાન્ય રીતે ડુક્કરમાં ફેલાય છે અને મનુષ્યોને ચેપ લગાડે છે. તેના લક્ષણો મોસમી ફ્લૂ વાયરસ સાથે મેળ ખાય છે. ચેપને કારણે તાવ આવી શકે છે. શ્વસન સંબંધી લક્ષણો પણ દેખાઈ શકે છે જેમ કે ઉધરસ અથવા વહેતું નાક અને આ ઉપરાંત શરીરમાં દુખાવો, ઉબકા આવવા, ઉલટી અથવા ઝાડા જેવા લક્ષણો પણ દેખાઈ શકે છે.માથુ દુખે શરીર તૂટે તો ક્યારેક ઠંડી લાગવા જેવા લક્ષણો પણ અવાર નવાર દેખાય છે.

H3N2ના લક્ષણો

H3N2થી દેશભરમાં ચિંતા વધી છે. ઈન્ફલ્યુએન્ઝાના કેસ એવા સમયે સામે આવી રહ્યા છે જ્યારે દેશ 3 વર્ષ બાદ કોરોના મહામારીમાંથી બહાર આવ્યો છે. બાળકો અને વૃદ્ધો વધુને વધુ વાયરલનો શિકાર બની રહ્યા છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર ઈન્ફલ્યુએન્ઝાના મોટાભાગના દર્દીઓમાં ખાંસી, ગળામાં ઈન્ફેક્શન, શરીરમાં દુ:ખાવો, નાકમાં પાણી આવવું વગેરે જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે.

બાળકોમાં H3N2 ચેપમાં અચાનક વધારો થવા પર ડૉક્ટરોએ ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને 5 વર્ષથી નીચેના બાળકો તેનો શિકાર બની રહ્યા છે. આ કારણે, તેમાંથી વધુને વધુ હોસ્પિટલોના આઈસીયુમાં દાખલ થઈ રહ્યા છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ, મોટાભાગના દર્દીઓ દવાઓ ખાસ કરીને એન્ટિબાયોટિક્સને પ્રતિસાદ આપતા નથી. બાળકોમાં H3N2 વાયરસના કેસોની સંખ્યામાં અચાનક વધારો થવાથી આરોગ્ય નિષ્ણાતોમાં ચિંતા વધી છે.