- જ્ઞાનવાપીમાં ASI સરવે ચાલુ રાખવા અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ
- આજે સવારથી ASI દ્વારા સરવે કામગીરી હાથ ધરાશે
- મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, હિન્દુ પક્ષે પણ સર્વોચ્ચ અદાલતમાં કેવિએટ દાખલ કરી
- વારાણસીમાં ASIનાં અધિકારીઓ તેમજ જિલ્લા સત્તાવાળાઓએ તાકીદની બેઠક યોજી હતી
અલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે જ્ઞાનવાપી પરિસરનો ASI સરવે ચાલુ રાખવા મંજૂરી આપી છે. હાઈકોર્ટે આ મામલે અંજુમન ઈન્તજામિયા મસ્જિદ કમિટિની અરજીને ફગાવતા મુસ્લિમ પક્ષકારોને ફટકો પડયો છે. હાઈકોર્ટે આ કેસમાં સેશન્સ કોર્ટનાં આદેશનું તત્કાળ પાલન કરવા ફરમાન કર્યું છે જેનાં પગલે શુક્રવારે સવારે 7 કલાકથી જ્ઞાનવાપી પરિસરમાં ASI દ્વારા સરવે કામગીરી હાથ ધરવામાં આવશે. ચુકાદા સામે મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટમાં ગયો છે.
ચીફ જસ્ટિસ પ્રીતિંકર દિવાકરની સિંગલ બેન્ચે જ્ઞાનવાપી મુદ્દે પોતાનો ચૂકાદો આપ્યો હતો. આ પછી તેનો અમલ કેવી રીતે કરવો તે નક્કી કરવા વારાણસીમાં ASIનાં અધિકારીઓ તેમજ જિલ્લા સત્તાવાળાઓએ તાકીદની બેઠક યોજી હતી.










