- નોઇડામાં વર્ષ 2006માં નિઠારી કાંડનો કેસ
- આરોપી સુરેન્દ્ર કોલી અને મનિંદરસિંહ પંઢેરને રાહત
- અલ્હાબાદ હાઇકોર્ટે આરોપીઓને ફાંસીની સજા રદ કરી
નોઈડાના ચકચારી નિઠારી કેસમાં ફાંસીની સજા વિરુદ્ધ સુરેન્દ્ર કોલી અને મોનિંદર સિંહ પંઢેરની અપીલ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં બંને આરોપી સુરેન્દ્ર કોલી અને મોનિંદર સિંહ પંઢેરને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. અલ્હાબાદ હાઈકોર્ટે તેમની ફાંસીની સજા રદ કરીને તેમને નિર્દોષ જાહેર કર્યા. મનિંદર સિંહ પંઢેરના વકીલ મનીષા ભંડારીએ કહ્યું કે તેમને આશા છે કે તે જલ્દી બહાર આવી જશે. ફાંસીની સજાના વાળા બંને કેસમાં હાઈકોર્ટે પંઢેરને નિર્દોષ જાહેર કર્યો છે.
શું હતો મામલો ?
વર્ષ 2005 અને 2006 વચ્ચે નોઈડામાં બનેલી નિઠારી ઘટના લાંબા સમય સુધી દેશભરમાં ચર્ચામાં હતી. કોઠીના માલિક મોનિન્દર સિંહ પંઢેર અને તેના નોકર સુરેન્દ્ર કોલીએ દુર્વ્યવહાર બાદ છોકરીઓ અને મહિલાઓની નિર્દયતાથી હત્યા કરી હતી. તેમનું લોહી પીધું અને તેમના અંગો ઉકાળીને ખાધા હતા. બાદમાં જ્યારે શરીરના અંગો મળી આવ્યા ત્યારે આ ભયાનક ઘટનાનો પર્દાફાશ થયો હતો જે બાદ પોલીસે આ બંનેની ધરપકડ કરી હતી.
કયા એક્ટ હેઠળ જેલમાં હતા ?
સુરેન્દ્ર કોલીને અપહરણ, બળાત્કાર, હત્યા અને પુરાવા છુપાવવાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. મોનિન્દર સિંહ પંઢેરને અનૈતિક ટ્રાફિક એક્ટની કલમ 3/5 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. 7 મે 2006ના રોજ પંઢેરે નિઠારીની એક યુવતીને નોકરી અપાવવાના બહાને બોલાવી હતી. આ પછી યુવતી ઘરે પરત ફરી ન હતી. બાળકીના પિતાએ નોઈડાના સેક્ટર 20 પોલીસ સ્ટેશનમાં ગુમ થવાનો કેસ નોંધાવ્યો હતો. આ પછી, 29 ડિસેમ્બર, 2006 ના રોજ, પોલીસને નિઠારીમાં મોનિંદર સિંહ પંઢેરના ઘરની પાછળની ગટરમાંથી 19 બાળકો અને મહિલાઓના હાડપિંજર મળ્યા હતા.
આ મામલે 12 અરજીઓ દાખલ
આ કેસમાં સુરેન્દ્ર કોલીએ 12 અરજી દાખલ કરી છે. આમાંની પહેલી અરજી વર્ષ 2010માં દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટમાં તેની અપીલની સુનાવણી 134 કામકાજના દિવસોમાં થઈ હતી. આ અરજીઓ ઉપરાંત કોલીની કેટલીક અરજીઓનો પણ હાઈકોર્ટ દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે. એક કેસમાં મૃત્યુદંડની સજા અકબંધ છે. અન્ય એક કેસમાં વિલંબના આધારે ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવવામાં આવી છે.









