• અયોધ્યા પર્યટન ક્ષેત્રે બનશે અગ્રીમ
  • રામ મંદિર સિવાય પણ સહેલાણીઓ માટે નવા આકર્ષણો બનશે
  • રામજન્મભૂમિમાં બનશે રેતશિલ્પ સંગ્રહાલય:DM નીતિશ કુમાર
અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિનુ નિર્માણ થઇ રહ્યું છે. જાન્યુઆરીમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. ત્યારે રામ મંદિરની સાથે સાથે અયોધ્યાની પણ કાયાપલટ થઇ રહી છે. પર્યટન ક્ષેત્રે અયોધ્યા આકર્ષણનું કેન્દ્ર બનશે તે વાતમાં કોઇ બેમત નથી. ત્યારે અયોધ્યામાં રામ મંદિર સિવાય પણ વધુ એક નજરાણું ઉમેરાવા જઇ રહ્યું છે.

રેત શિલ્પ સંગ્રહાલય બનશે 

અયોધ્યા રામનગરી આદ્યાત્મિક દ્રષ્ટિથી જ નહી પરંતુ યુવાઓ માટે પણ વૈવિધ્યતાથી ભરપૂર હશે. મંદિરની સાથે સાથે હવે રેત શિલ્પ સંગ્રહાલય પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. જેમાં ભગવાન રામના જીવન આધારિત રેત શિલ્પો તૈયાર કરવામાં આવશે. દીપોત્સવ સ્થળની આસપાસ સેન્ડ મ્યુઝિયમ બનાવવાની યોજના તૈયાર છે, તેનું નિર્માણ કાર્ય પણ ટૂંક સમયમાં શરૂ થશે.

મોશન ચેર કરાવશે મોજ

આ ઉપરાંત રામ કી પૈડીની આસપાસ શ્રદ્ધાળુઓ મોશન ચેર પર બેસીને આભાસી દુનિયાની પણ શેર કરી શકશે. આ માટે રામ કી પૈડીની પાસે જ મોશન ચેર બનાવાવમાં આવશે. જેમાં હેડફોન લગાવીને આંખ પર ચશ્મા પહેરાવીને નવી નવી ચીજોને જાણે આબેહૂબ અનુભવતા હોઇએ તે જોઇ શકાશે. ખાસ કરીને બાળકો માટે મોશન ચેર આકર્ષણનું કેન્દ્ર હશે.

રેતી સંગ્રહાલય બનાવવાની દરખાસ્ત

અયોધ્યાના જિલ્લા અધિકારી નીતિશ કુમારે કહ્યું કે રામ કી પૈડીની આસપાસ રેતી સંગ્રહાલય બનાવવાનો પ્રસ્તાવ છે. જેની તૈયારીઓ ચાલી રહી છે. શહેરી વિકાસ વિભાગ દ્વારા સેન્ડ મ્યુઝિયમ માટે ફંડ આપવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા બાદ સેન્ડ મ્યુઝિયમ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. ભગવાન રામના જીવન પર આધારિત સેન્ડ સ્કલ્પચર આર્ટ વર્ક્સ અને ટેબ્લોક્સ બનાવવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું કે સંગ્રહાલયમાં રામ ચરિત માનસ પર કલાકૃતિઓ બનાવાવમાં આવશે. જે રીતે મીણના સ્ટેચ્યુ બનાવવામાં આવે છે તેવી જ રીતે રેતીના સ્ટેચ્યુ બનાવવામાં આવશે. ફંડ મંજૂર થયા બાદ રામ કી પૈડીની આસપાસ રેતીનું સંગ્રહાલય બનાવવામાં આવશે. જેના થકી રામાયણના દરેક ભાગોનું આબેહૂબ વર્ણન જોવા મળશે.


  • Follow us on:

[[$googlead]]