• અમેઠી કોંગ્રેસના ઉમેદવારનું મોટું નિવેદન
  • કહ્યું, હું ગાંધી પરિવાર માટે કામ નથી કરતો
  • 3મેના રોજ અમેઠી બેઠક પરથી ભર્યુ ઉમેદવારી ફોર્મ 

લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસે રાયબરેલી અને અમેઠી બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે. ત્યારે અમેઠીમાં સ્મૃતિ ઇરાની સામે મેદાને ઉતાર્યા છે કે.એલ શર્મા. તેઓએ 3મેના રોજ અમેઠીથી ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે તેઓ પોતાના એક નિવેદનને લઇને સમાચારમાં આવ્યા છે.

હું ગાંધી પરિવાર માટે કામ નથી કરતો

[[$googlead]]

અમેઠીથી કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્માએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પહેલા એ નક્કી ન હતું કે અમેઠીથી કોણ લડશે. આ નિર્ણય ટોચના નેતૃત્વનો હતો. હું અહીં ગાંધી પરિવાર માટે કામ નથી કરતો, હું એક નેતા છું. હું કોંગ્રેસ પાસેથી કોઈ પગાર લેતો નથી. હું સંપૂર્ણ રીતે એક નેતા છું. હું 1983માં યુથ કોંગ્રેસ દરમિયાન અહીં આવ્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે હું અહીં આવ્યો ત્યારે આ લોકો કરતા ખૂબ ઉંચો દરજ્જો ધરાવતા હતા.

[[$alsoread]]

સ્મૃતિ ઇરાનીને હરાવા અંગે શું બોલ્યા ?

તેમણે વધુમાં જણાવ્યું કે વ્યક્તિ જે પણ મૂલ્યો મેળવે છે તેનું પ્રદર્શન કરે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે રાહુલ ગાંધી પહેલા અમેઠીથી વાયનાડ ગયા અને પછી રાયબરેલી આવ્યા તો આ અંગે શું કહેશો. તેમણે જવાબ આપતા જણાવ્યું કે પહેલા અહીં કોઈને ખબર નહોતી કે કોણ લડશે. હવે સ્મૃતિ ઈરાનીને હું પણ હરાવીશ, હું મોટી વાત કરી રહ્યો છું અને તેમની કૃપાથી તેમને હરાવીશ.

અમે પ્રચાર પર ધ્યાન આપી રહ્યા છીએ

જ્યારે કેએલ શર્માને પૂછવામાં આવ્યું કે તમે મોટી મોટી વાતો કરો છો કે તમે સ્મૃતિ ઈરાનીને હરાવશો, તો તેનો અર્થ એ છે કે તમે તમારું હોમવર્ક પૂરું કરી લીધું છે. આ સવાલના જવાબ પર તેમણે કહ્યું કે જુઓ ચૂંટણી આવે ત્યારે કોઇ તૈયારી હોતી નથી. અમારા જે પીસીસીના કાર્યક્રમો ચાલે છે. અમારા જે BLA અપોઇન્ટ થવાના હતા. જે કર્મચારીઓની નિમણૂક થવાની હતી, તેઓ ચાલ્યા ગયા. હવે સમગ્ર કામ પ્રચારનું છે. અમે પ્રચાર કરી રહ્યા છીએ. અમે પોતાનો સંદેશ લોકો સુધી પહોંચાડી રહ્યા છે. પાંચ ન્યાયની વાત કરે છે અને 25 ગેરંટીની વાત કરે છે.

હું જનતાના મુદ્દાઓ પર વાત કરું છું.

અમેઠીના કોંગ્રેસના ઉમેદવાર શર્માએ કહ્યું કે હું મોટી વાત કરું છું, જનતાના મુદ્દાઓ પર વાત કરું છું. વ્યક્તિએ ઘમંડી ન હોવું જોઈએ, હું પણ ઘમંડ નથી કરી રહ્યો. પરંતુ તેઓ જે રીતે વાત કરે છે તે તેમનો ઘમંડ દર્શાવે છે. મહત્વનું છે કે કોંગ્રેસે શુક્રવારે છેલ્લી ઘડીએ અમેઠીથી કેએલ શર્માના નામની જાહેરાત કરી હતી. 3મે નામાંકન માટેની છેલ્લી તારીખ હતી. શર્માએ એ જ દિવસે ઉમેદવારી નોંધાવી હતી. તે જ સમયે કોંગ્રેસે અમેઠીથી કેએલ શર્મા અને રાયબરેલીથી રાહુલ ગાંધીને મેદાનમાં ઉતાર્યા છે.

  • Follow us on: