• સ્મૃતિ ઇરાની 29 એપ્રિલે ભરશે ઉમેદવારી ફોર્મ
  • અમેઠીમાં કોંગ્રેસે નથી જાહેર કર્યા ઉમેદાવાર
  • સ્મૃતિ ઇરાનીએ રામમંદિરના કર્યા દર્શન

લોકસભાની ચૂંટણીને લઇને યુપીની અમેઠી બેઠક પર લોકોની નજર ટકી રહી છે. કોંગ્રેસે હજી સુધી આ બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા નથી. અમેઠી જ નહી પરંતુ રાયબરેલીમાં પણ કોંગ્રેસે ઉમેદવારની જાહેરાત કરી નથી. વર્ષ 2019માં રાહુલગાંધી અમેઠીથી મેદાને હતા. ત્યારે આ વખતે હજી ચિત્ર સ્પષ્ટ થયુ નથી. પરંતુ ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઇરાની આ બેઠક પર તૈયારીઓ તેજ કરી છે.

રામમંદિરે નમાવ્યુ સ્મૃતિ ઇરાનીએ શિશ

[[$googlead]]

ભારતીય જનતા પાર્ટીના નેતા સ્મૃતિ ઈરાની સોમવારે (29 એપ્રિલ) અમેઠી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે. આ પહેલા તેમણે અયોધ્યામાં ભગવાન રામના દર્શન કર્યા હતા. નોમિનેશન પહેલા તે અમેઠીના આઠ મંદિરો અને આશ્રમોની મુલાકાત લેશે અને આશીર્વાદ લેશે. આ પછી તે પોતાના લોકસભા મતવિસ્તારમાં જઈને ઉમેદવારી નોંધાવશે.

[[$alsoread]]

કોંગ્રેસ પાસે નથી વધારે સમય

મહત્વનું છે કે અમેઠીમાં 20 મેના રોજ પાંચમા તબક્કામાં મતદાન થવાનું છે. 26 એપ્રિલથી અહીં ઉમેદવારોના ફોર્મ ભરવાની શરૂઆત થઇ ગઇ છે. પાંચમા તબક્કામાં કુલ 49 બેઠકો પર મતદાન થવાનું છે. અમેઠીમાં નોમિનેશનની છેલ્લી તારીખ 3 મે છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ પાસે આ બેઠક પર પોતાના ઉમેદવારની જાહેરાત કરવા માટે વધુ સમય નથી.

કોંગ્રેસ પોતાના ઉમેદવારની જાહેરાત કેમ નથી કરી રહી?

2019માં હાર છતાં રાહુલ ગાંધીએ અમેઠી સાથે ગાઢ સંબંધ જાળવી રાખ્યો છે. હાર બાદ અનેક જાહેર ભાષણોમાં તેમણે અમેઠીને પોતાનું ઘર ગણાવ્યું અને કહ્યું કે તેમને અમેઠીથી કોઈ અલગ કરી શકશે નહીં. આ સિવાય પાર્ટીના સૂત્રોનું એમ પણ કહેવું છે કે રાહુલ અમેઠીથી ફરીથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. 

  • Follow us on: