• કેન્દ્રીય મંત્રીએ બીજી વખત પંડાલનું લોકાર્પણ કર્યુ
  • રામ મંદિરની થીમને ફોલો કરવામાં આવી છે
  • કોલકાતામાં ભાજપની મહત્ત્વની બેઠક યોજાઈ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે પશ્ચિમ બંગાળના મહાનગર કોલકાતા પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભાજપના આગેવાનો તથા કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. કોલકાતામાં આવીને તેમણે સંતોષ મિત્રા સ્કાયર પૂજા સમિતિ તરફથી આયોજિત રામ મંદિરની થીમ પર તૈયાર કરેલા દુર્ગા પંડાલનું લોકાર્પણ કર્યું હતું. એટલું જ નહીં રીમોટ દબાવીને તેમણે મા દુર્ગાની સામે રહેલા પદડા ખોલ્યા હતા.

શાહે દુર્ગા માતાની પૂજા કરી

[[$googlead]]

[[$alsoread]]

છેલ્લા ચાર દિવસથી અમિત શાહના આગમનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. પંડાલની પાસે હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આ વિશાળ મૂર્તિમાં હનુમાનજી બેઠક મુદ્રામાં છે. સમગ્ર પંડાલમાં રંગબેરંગી રોશનીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પંડલની આસપાસ અયોધ્યા જેવો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો. આ પંડાલ સેન્ટ્રલ કોલકાતા વિસ્તારમાં આવેલો છે. અમિત શાહે આ પંડાલનું લોકાર્પણ કરીને દુર્ગામાતાની પૂજા કરી હતી. આ સમગ્ર કાર્યક્રમ પશ્ચિમ બંગાળના ભાજપના આગેવાન સજલ ઘોષે આયોજિત કર્યો હતો. આ વર્ષે અયોધ્યામાં તૈયાર થઈ રહેલા રામ મંદિરની થીમ પર આ પંડાલ તૈયાર કરવામાં આવ્યો હતો.

બીજી વખત કરી દુર્ગાપૂજા

આ પહેલા વર્ષ 2021માં પણ અમિત શાહે દુર્ગાપૂજા પંડાલનું લોકાર્પણ કર્યું હતું. એ સમયે પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી યોજાવવાની હતી. એ સમયે વડાપ્રધાન મોદીએ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી હાજરી આપી હતી. એક દાવો કરવામાં આવી રહ્યો છે કે, પશ્ચિમ બંગાળમાં તૈયાર થયેલા તમામ પંડાલમાં આ પંડાલ સૌથી ભવ્ય છે. રામ મંદિર આકૃતિને આબેહુબ આ પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. પંડાલનું લોકાર્પણ કર્યા બાદ કોલકાતામાં ઘણા ભાજપના નેતાઓ સાથે તેમણે ખાસ મુલાકાત કરી હતી. 

  • Follow us on: