• ઝારખંડ વિધાનસભાની ચૂંટણીને લઇને તૈયારીઓ તેજ
  • કેન્દ્રીય મંત્રી અમિત શાહે ચૂંટણીનો ફૂંક્યો શંખનાદ
  • અમિત શાહ પહોંચ્યા હતા રાંચી

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે રાંચીમાં ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ભાજપના પ્રચારની શરૂઆત કરી હતી. તેમણે પ્રભાત તારા મેદાન ખાતે યોજાયેલી ભાજપની વિસ્તૃત કાર્ય સમિતિની બેઠક કરી હતી. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ઝારખંડની સરકાર પર કર્યા પ્રહાર

[[$googlead]]

સાથે વાતચીત કરતી વખતે તેમણે રાજ્યમાં હાલની હેમંત સોરેન સરકારને ઉથલાવીને પૂર્ણ બહુમતી સાથે ભાજપની સરકાર બનાવવાની હાકલ કરી હતી. અમિત શાહે કહ્યું કે હેમંત સોરેનના નેતૃત્વમાં ચાલી રહેલી ઝારખંડ મુક્તિ મોરચો- અને કોંગ્રેસ અને આરજેડીની સરકાર દેશની સૌથી ભ્રષ્ટ સરકાર છે. ઝારખંડ મુક્તિ મોરચાએ એક હજાર કરોડ મનરેગા સ્કેમ,એક હજાર કરોડનો ખનન સ્કેમ અને 300 કરોડના જમીન કૌભાંડ થયા.

[[$alsoread]]

ચલણી નોટોના ઢગલા મળી આવે છે

સાથે જ ઝારખંડમાં મળી આવેલા નોટોના પહાડને લઇને પણ પ્રહાર કર્યા હતા. અમિત શાહે કહ્યું કે હેમંત સરકારના મંત્રીના PAના ઘરેથી 30 કરોડ મળી આવ્યા હતા. આ જનતા પાસેથી લૂંટવામાં આવેલા અને ભ્રષ્ટાચાર દ્વારા એકત્ર કરાયેલા નાણાં છે. બેશરમીની હદ તો એ છે કે જેલમાં બંધ એવા મંત્રીને કોંગ્રેસ ફરી ટિકિટ આપવા જઈ રહી છે જેના PAના ઘરેથી 30 કરોડ રૂપિયા મળ્યા હતા.

અમે આદિવાસીની લૂંટાયેલી જમીન પરત કરીશું- અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રીએ ઝારખંડમાં બાંગ્લાદેશી ઘૂસણખોરી માટે રાજ્યના સીએમ હેમંત સોરેનને જવાબદાર ગણાવ્યા અને કહ્યું કે તેઓ પોતાને આદિવાસી સીએમ કહે છે, પરંતુ આદિવાસીઓની ચિંતા કરવાને બદલે તેઓ લેન્ડ અને લવ જેહાદ દ્વારા તેમની જમીન લૂંટનારા ઘૂસણખોરોને રક્ષણ આપે છે. અમિત શાહે વધુમાં જણાવ્યું કે ઝારખંડમાં આદિવાસીઓની સંખ્યા સતત ઘટી રહી છે. ઘૂસણખોરો આદિવાસીઓના અધિકારો પર અતિક્રમણ કરી રહ્યા છે. તેમની જગ્યાએ તેમને નોકરી મળી રહી છે પણ સોરેન સરકારને પોતાની જ ચિંતા છે.

આદિવાસીઓને લૂંટાયેલી જમીન પરત કરીશું- અમિતશાહ

તેમણે વચન આપ્યું કે રાજ્યમાં ભાજપની સરકાર બનશે કે તરત જ વસ્તીના મુદ્દે શ્વેતપત્ર બહાર પાડવામાં આવશે અને આદિવાસીઓને રક્ષણ મળે તે સુનિશ્ચિત કરવામાં આવશે. તેમની વસ્તી ઓછી ન થાય અને તેમને અનામતનો વાસ્તવિક લાભ મળે તે સુનિશ્ચિત કરવામાં આવશે. ઝારખંડના રાંચીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે આદિવાસી વિસ્તારોમાં લેન્ડ જેહાદ અને લવ જેહાદ થઈ રહ્યુ છે. આદિવાસીઓની વસ્તી આજે ઘટી રહી છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવો, અમે આદિવાસીઓની સંખ્યા અને તેમની લૂંટાયેલી જમીન પરત કરીશું.

2/3 બહુમતી મળી ગઇ હોય તેવુ કરી રહ્યા છે- અમિત શાહ

કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે દેશમાં ભાજપે સરકાર બનાવી છે, પરંતુ હારેલી પાર્ટી કોંગ્રેસના નેતાઓ એવો ઘમંડ બતાવી રહ્યા છે કે જાણે તેમને બે તૃતિયાંશ બહુમતી મળી ગઈ હોય. ઝારખંડના લોકોએ પણ ભાજપને 14માંથી 9 બેઠકો જીતાડવી. ભાજપને અહીં 81માંથી 52 વિધાનસભા બેઠકો પર લીડ મળી છે. આ આંકડા દર્શાવે છે કે આગામી ચૂંટણીમાં રાજ્યમાં સંપૂર્ણ બહુમતી સાથે ભાજપની સરકાર બનવા જઈ રહી છે. ચૂંટણીને લઈને ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જગાવતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે ચૂંટણીમાં અમારી જીતનો આધાર નેતાઓ નહીં પરંતુ બુથ કાર્યકરો છે.

  • Follow us on: