• પશ્ચિમ બંગાળમાં અમિત શાહનો હુંકાર
  • મમતા બેનર્જી સરકારને લીધી આડેહાથ
  • બંગાળમાં રાજકીય હિંસાથી લોકશાહીનો નાશ થયો- અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પશ્ચિમ બંગાળમાં હુંકાર ભરી છે. તેમણે કાંથીમાં એક રેલી સંબોધી હતી. જે દરમિયાન તેમણે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત તમામ વિપક્ષી પાર્ટીઓનો ઘેરાવો કર્યો. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ભાજપની 30 સીટ આવતા જ મમતા સરકારની વિદાય થશે.

બંગાળમાં લોકશાહી ખતમ થઇ ગઇ- અમિત શાહ

[[$googlead]]

અમિત શાહે સંબોધન કરતા બંગાળના સીએમ પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસાએ લોકશાહીનો નાશ કર્યો છે. વધુમાં કહ્યું કે બંગાળમાં રાજકીય હિંસાથી લોકશાહી લગભગ ખતમ થઈ ગઈ છે. અહીં પંચાયત ચૂંટણી યોજાઈ હતી, જેમાં 200થી વધુ લોકો માર્યા ગયા હતા. પરંતુ હું તમને કહેવા માંગુ છું કે આ વખતે તમારે ડરવું જોઈએ નહીં, કારણ કે પાંચ તબક્કાની ચૂંટણીમાં મમતાના ગુંડાઓ કોઈનો વાળ પણ વાંકો કરી શક્યા નથી.

[[$alsoread]]

તો મમતા દીદીની વિદાય થશે

કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે પાંચ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. મોદીજીએ ચૂંટણીના આ પાંચ તબક્કામાં 310 બેઠકો પાર કરી છે. મમતા દીદીના ઇન્ડિ. ગઠબંધનનો સફાયો થઈ ગયો છે. આ વખતે બંગાળમાં પણ 30 બેઠકો જવાની છે. બંગાળમાં ભાજપને 30 બેઠકો મળતા જ આ ટીએમસીનું વિઘટન થઇ જશે અને મમતા દીદીની સરકારની વિદાય થશે. તેમણે વધુમાં કહ્યું કે આ શુભેન્દુ અધિકારીનું ક્ષેત્ર છે. મે ખબર પડી કે શુભેંદુ અધિકારીના ઘરે પોલીસની રેડ પડી. પણ અમે તમારી પોલીસથી ડરતા નથી. હું કહીને જાઉં છું કે મમતા બેનર્જી જેટલો અત્યાચાર કરશે એટલા જ શુભેન્દુ અધિકારી મોટા માણસ બનશે.


  • Follow us on: