• અમિત શાહે આપ્યો ખાસ ઇન્ટરવ્યુ
  • ન્યૂઝ એજન્સી સાથે કરી ખાસ વાતચીત
  • કેજરીવાલને લઇને પણ આપી પ્રતિક્રિયા
લોકસભાની ચૂંટણીને લઇને હવે સોમવારે પાંચમા તબક્કાનું મતદાન થવાનું છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહેર સમાચાર એજન્સી એએનઆઇને ખાસ ઇન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં તેઓએ દેસના પ્રવર્તમાન વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી. ત્યારે અરવિંદ કેજરીવાલને જામીન મળવા અંગે પણ તેમની પ્રતિક્રિયા સામે આવી છે.

કેજરીવાલ પર શું બોલ્યા અમિત શાહ ?
કેન્દ્રીય ગૃહમંત્રીએ પ્રહાર કરતા કહ્યું કે એક મતદાર તરીકે હું માનું છું કે તે જ્યાં પણ જશે ત્યાં લોકો દારૂના કૌભાંડને યાદ કરશે. તેમણે વધુમાં કહ્યું કે ઘણા લોકોને મોટી બોટલ બતાવવી પડશે.
તો અરવિંદ કેજરીવાલનું એક નિવેદન જેમાં તેઓ કહી રહ્યા છે કે તમે મને વોટ આપશો તો મારે જેલમાં નહી જવુ પડે. આ નિવેદન અંગે અમિત શાહે કહ્યુ કે આવું નિવેદન આપીને સુપ્રિમ કોર્ટની અવગણના કરી રહ્યા છે. શું સુપ્રિમ કોર્ટ જીત અને હાર પર નિર્ણય કરશે ?

શાહે બંધારણ બદલવાની અટકળો પર વાત કરી
તો વિપક્ષ દ્વારા બીજેપી 400 પાર કરશે તો બંધારણ બદલી નાંખશે તેવા નિવેદનો કરવામાં આવે છે ત્યારે આ મામલે અમિત શાહે પ્રતિક્રિયા આપી કે આવુ ક્યારેય નહી થાય.
અમારી પાસે છેલ્લા 10 વર્ષથી બંધારણ બદલવાની બહુમતી છે. શું તમને લાગે છે કે દેશ બાબા એન્ડ કંપનીની બોલી સ્વીકારશે? દેશે જ આપણને બહુમતી આપી છે. દેશની જનતા જાણે છે કે પીએમ મોદી પાસે છેલ્લા 10 વર્ષથી બંધારણ બદલવા માટે પૂરતી બહુમતી છે. અમે ક્યારેય એવું કર્યું નથી. પરંતુ હા, અમને 400 બેઠકો જોઈએ છે કારણ કે અમે દેશની રાજનીતિમાં સ્થિરતા લાવવા માંગીએ છીએ, કારણ કે અમે દેશની સરહદોને સુરક્ષિત રાખવા માંગીએ છીએ. બાકીના ગરીબોને લાભ આપવાનો છે. 
  • Follow us on:

[[$googlead]]