મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવ પૂરજોશમાં ઉજવાઇ રહ્યો છે. ગણપતિના આ તહેવાર નિમિત્તે લાલબાગચા રાજાના દર્શન કરવા સવારથી સાંજ સુધી લોકોની અવિરત અવરજવર જોવા મળે છે. બાપ્પાના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો આવી પહોંચે છે. સામાન્ય લોકોની સાથે સાથે VIP અને VVIP પણ ગણેશ પંડાલમાં બાપ્પાના દર્શન કરવા પહોંચી રહ્યા છે. ત્યારે મુંબઇ પ્રવાસે રહેલા અમિત શાહ પણ લાલ બાગ ચા રાજાના દર્શન કરવા પહોંચ્યા હતા.


[[$googlead]]

પત્ની સાથે લાલબાગ ચા રાજાના કર્યા દર્શન

 મુંબઈમાં ગણપતિ ઉત્સવના ઉત્સાહ વચ્ચે કેન્દ્રીય મંત્રી અમિત શાહ તેમની પત્ની સોનલ સાથે મુંબઈની મુલાકાતે છે. સોમવારે કેન્દ્રીય મંત્રી શાહે તેમની પત્ની સાથે લાલબાગચા રાજાની મુલાકાત લીધી હતી અને પ્રાર્થના કરી હતી. આ દરમિયાન અમિત શાહ સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પણ હાજર હતા.

[[$alsoread]]

સીએમ શિંદેના નિવાસ સ્થાને મુલાકાત

અમિત શાહે બાંદ્રા વેસ્ટ ગણેશની પણ મુલાકાત લીધી હતી. સોમવારે સવારે અમિત શાહે મુંબઈમાં તેમના સત્તાવાર નિવાસસ્થાને સીએમ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી હતી. પોતાના નિવાસસ્થાને ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરતા પહેલા તેમણે ત્યાં પૂજામાં પણ ભાગ લીધો હતો. આજે અમિત શાહનો મુંબઈમાં બીજો દિવસ છે. રવિવારે રાત્રે તેમણે સીએમ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે બેઠક કરી હતી.

  • Follow us on: