• લોકસભાની ચૂંટણીને લઇને તૈયારીઓ તેજ
  • અમિત શાહે હરિયાણામાં સંબોધી જનસભા
  • કોંગ્રેસ પાર્ટી પર કર્યા આકરા પ્રહાર
લોકસભાની ચૂંટણીને પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે.દરેક રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેવામાં ભાજપે પણ બાકીના તબક્કા માટેની ચૂંટણીને લઇને પ્રચાર તેજ કર્યો છે. હવે 25મે અને 1 જૂનના રોજ મતદાન થશે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હરિયાણામાં જનસભા સંબોધી હતી.

કોંગ્રેસને શોધવી પડશે- અમિત શાહ

હિસારમાં જનસભા સંબોધતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે કોંગ્રેસના રાજકુમાર રાહુલ બાબાએ 2024ની ચૂંટણીની શરૂઆત ભારત જોડો યાત્રાથી કરી હતી. પણ હું તમને આજે કહું છું કે 4 જૂન પછી રાહુલ બાબાએ દૂરબીન સાથે પણ કોંગ્રેસ શોધો યાત્રા કાઢવી પડશે. તેમણે કહ્યું કે સિરસાથી સોનીપત સુધી દરેક જગ્યાએ મોદીજીના વિકાસનું કમળ ખીલશે નહીં.
  • Follow us on:

[[$googlead]]