• લોકસભાની ચૂંટણીને લઇને આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર તેજ
  • અનામત મુદ્દે રાહુલ ગાંધીએ કરેલા ટ્વિટને લઇને અમિત શાહે આપ્યો જવાબ
  • કહ્યું , રાહુલગાંધી નિરાધાન જુઠ્ઠુ બોલીને લોકોને ગુમરાહ કરે છે

લોકસભાની ચૂંટણીને લઇને અનામત, સનાતન ધર્મ, કોંગ્રેસનો મેનિફેસ્ટો, સંવિધાન જેવા વિવિધ મુદ્દાઓ પર નિવદનબાજી થઇ રહી છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બીજેપી દ્વારા અનામત છીનવી લેવાના આરોપ પર આક્ષેપ પ્રતિઆક્ષેપ થઇ રહ્યા છે. ત્યારે આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે વળતો જવાબ આપ્યો છે.

રાહુલગાંધી જુઠ્ઠુ બોલી રહ્યા છે- અમિત શાહ

[[$googlead]]

કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું કે દેશમાં 10 વર્ષથી ભાજપની સરકાર ચાલી રહી છે અને તેને બે વખત પૂર્ણ બહુમતી મળી છે. જો ભાજપનો ઈરાદો અનામત ખતમ કરવાનો હોત તો અત્યાર સુધીમાં થઈ ગયો હોત. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે રાહુલ ગાંધી નિરાધાર જુઠુ બોલીને લોકોને ગુમરાહ કરવાનુ કામ કરી રહી છે.

[[$alsoread]]

કોંગ્રેસે પછાત સમાજનો વિરોધ કર્યો- અમિત શાહ

તેમણે વધુમાં જણાવ્યું કે પીએમ મોદીએ ગરીબ, પછાત લોકોને ગેરંટી આપી છે કે અનામતને કોઇ હાથ પણ લગાવી શકે નહી. તેમણે કહ્યું કે કોંગ્રેસે હંમેશા SC, ST, OBCને મળતી અનામત પર હુમલા કર્યા છે. આંધ્રપ્રદેશમાં કોંગ્રેસની સરકાર આવી ત્યાં પણ 5 ટકા અનામત આપ્યુ. કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બની તો 4 ટકા માઇનોરીટી અનામત આપ્યું. કોંગ્રેસે હંમેશા પછાત સમાજનો વિરોધ કર્યો હતો અને આદિવાસીઓને ન્યાય આપવા માટે ક્યારેય કામ કર્યું નથી. તો આ દરમિયાન આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું કે સંઘ શરૂઆતથી જ બંધારણ મુજબ તમામ આરક્ષણોનું સમર્થન કરી રહ્યું છે. પરંતુ કેટલાક લોકો ખોટા વીડિયો સર્ક્યુલેટ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેમના સત્તાવાર X હેન્ડલ પર પોસ્ટ શેર કરી હતી. જેમાં રાહુલ ગાંધીએ બીજેપી પર અનામત છીનવી લેવાની વાત કરી હતી. 


  • Follow us on: