• અમિત શાહ તિરુપતિ બાલાજીના કર્યા દર્શન

  • પત્ની સાથે તિરુમાલા પહોંચ્યા હતા શાહ
  • ગઇ કાલે કાશી વિશ્વનાથની કરી હતી પૂજા

લોકસભાની ચૂંટણીને હવે 1 જૂને છેલ્લો અને અંતિમ તબક્કો છે. બાકીની 57 બેઠકો પર હવે મતદાન થવાનું છે. જ્યારે 4 જૂને પરિણામ જાહેર થશે. ત્યારે હવે ગુરુવાર સાંજથી પ્રચાર પડઘ શાંત થઇ ગયા છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર મંદિરોમાં માથુ ટેકવી રહ્યા છે. કાશી વિશ્વનાથ બાદ તેઓ આજે તિરુમાલા પહોંચ્યા હતા.

તિરુપતિમાં ઝૂકાવ્યુ શિશ

[[$googlead]]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પત્ની સાથે તિરુમાલા મંદિર પહોંચ્યા હતા. અહીં તેમણે ભગવાન બાલાજીના આશીર્વાદ મેળવ્યા. મહત્વનું છે કે હવે 4 જૂને ચૂંટણી પરિણામ છે ત્યારે દિગ્ગજો દ્વારા પ્રાર્થના અને પૂજા પાઠનો દોર શરૂ કરવામાં આવ્યો છે.

[[$alsoread]]

પત્ની સાથે કાશી પહોંચ્યા હતા શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પત્ની સાથે કાશી વિશ્વનાથ પહોંચ્યા હતા. તેમણે મંદિરમાં જઇને ભગવાન કાશી વિશ્વનાથની પૂજા અર્ચના કરી. શિવજીને બિલ્વ પત્ર, પાણી, દૂધ અને પંચામૃતથી સ્નાન કરાવીને અભિષેક કર્યો હતો. બાદમાં ભગવાનની આરતી પણ ઉતારી હતી. આ સમયે તેમના પત્ની પણ હાજર જોવા મળ્યા હતા. 

પીએમ મોદી કરી રહ્યા છે ધ્યાન

પીએમ નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે તમિલનાડુ પહોંચ્યા હતા. તમિલનાડુમાં વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે તેમનું ધ્યાન શરૂ થયું છે.ત્યારે ધ્યાનમાં બેઠા હોય તેવી પ્રથમ તસવીર અને વીડિયો સામે આવ્યા હતા. પીએમ મોદી ભગવા કપડામાં સજ્જ છે. માથે ત્રિપુંડ લગાવેલુ છે અને હાથમાં રુદ્રાક્ષની માળા છે. પીએમ મોદી ધ્યાન મગ્ન અવસ્થામાં જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે પીએમ મોદી ગઇ કાલે સાંજે 6.45 કલાકે મેડિટેશનમાં બેઠા હતા. હવે તે 45 કલાક ધ્યાન અવસ્થામાં રહેશે. આ પહેલા પીએમ મોદી ભગવતી અમ્માન મંદિર પહોંચ્યા હતા અને ત્યાં પૂજા કરી હતી. 

  • Follow us on: