• દેશના ટોચના શિક્ષિત શહેરોમાં બેંગલુરુ પ્રથમ

  • પૂણે દ્વિતિય અને હૈદરાબાદ ત્રીજા ક્રમે આવ્યા
  • શહેરની શૈક્ષણિક ઉત્કૃષ્ટતાનો માપદંડ તે શહેરનું શિક્ષણ છે

કોઈપણ શહેરની શૈક્ષણિક ઉત્કૃષ્ટતાનો માપદંડ તે શહેરનું શિક્ષણ છે. ખાસ કરીને આવા શિક્ષિત શહેરનું દેશના આર્થિક વિકાસ તેમજ જે તે વિસ્તારનાં ગ્રોથમાં મહત્ત્વનું યોગદાન છે. છેલ્લા બે-ત્રણ દાયકામાં ભારતનાં આઈટી એન્જિનિયર્સ તેમજ મેનેજમેન્ટ પ્રોફેશનલ્સે વિશ્વનાં અનેક ઉદ્યોગો પર વર્ચસ્વ જમાવ્યું છે. અનેક બહુરાષ્ટ્રીય કંપનીમાં ભારતીયો CEO બન્યા છે. કેટલાક દેશોમાં મૂળ ભારતીયો પ્રધાન કે વડાપ્રધાન તરીકે ભારતનું ગૌરવ વધારી રહ્યા છે. વાત ટેકનોલોજી કે મેડિસિનની હોય કે રાજકારણ કે ડિપ્લોમસીની હોય સર્વત્ર ભારતીયો છવાઈ ગયા છે. દરેક ક્ષેત્રે સંશોધન અને વિકાસનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તમામ ગુણો ગુણવત્તાસભર શિક્ષણનું પરિણામ છે. જે દેશને તેમજ દેશનાં લોકોને પ્રગતિના પંથે લઈ જાય છે. ભારતનાં પ્રોફેશનલ્સ અમેરિકા તેમજ યુરોપ સહિત વિશ્વમાં ભારતનાં ત્રિરંગા સાથે જ્ઞાનનાં પરચમ લહેરાવી રહ્યા છે. શિક્ષણનાં આ મહાયજ્ઞમાં ભારતનાં ટોચનાં 10 શહેરોનું વિશેષ યોગદાન છે.

ભારતના ટોચના 10 શિક્ષિત શહેરો

1. બેંગલુરુ : કર્ણાટકનાં આ શહેરનો સૌથી વધુ શિક્ષિત શહેરમાં પહેલો ક્રમ છે. અહીં ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ જેવી અગ્રણી શિક્ષણ સંસ્થાઓ છે. જે 1909થી જ્ઞાન પિરસવામાં અગ્રેસર છે. નેશનલ સેન્ટર ફોર બાયોલોજી સાયન્સ, નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ તેમજ અન્ય સંસ્થાઓ આવેલી છે.

2. પૂણે : મહારાષ્ટ્રનું આ શહેર શિક્ષિત શહેરોમાં બીજા ક્રમે છે. અહીં અનેક શિક્ષણ સંસ્થાઓ છે. આથી તે પૂર્વનું ઓક્સફર્ડ ગણાય છે. લો અને મેનેજમેન્ટ માટે લોકોની પહેલી પસંદ છે.

3. હૈદરાબાદ : અહીં માહિતી ટેકનોલોજી તેમજ જે એન ટેકનોલોજી યુનિવર્સિટી આવેલી છે. લૉની સારામાં સારી કોલેજો છે.

4. મુંબઈ : દેશનાં તેમજ વિદેશનાં વિદ્યાર્થીઓ માટે શિક્ષણનું મહત્ત્વનું કેન્દ્ર છે. અહીં મુંબઈ યુનિવર્સિટી તેમજ IIT બોમ્બે, ફેશન અને ટેકનોલોજી, તાતા ઈન્સ્ટિટયૂટ જેવી અનેક સંસ્થાઓ છે.

5. દિલ્હી : દેશની રાજધાની ઉપરાંત શિક્ષણનું મહત્ત્વનું કેન્દ્ર છે. અહીં દિલ્હી યુનિવર્સિટી, જવાહરલાલ નહેરુ યુનિ. જામિયા મિલિયા ઈસ્લામિયા, ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિ. IIIMS તેમજ IIT જેવી સંસ્થાઓ આવેલી છે. એન્જિનિયર અને મેડિકલ હબ છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી આવેલી છે.

6. ચેન્નાઈ : IIT મદ્રાસ ઉપરાંત એન્જિનિયરિંગનું હબ છે. અહીં અનેક રિસર્ચ સંસ્થાઓ, અન્ના યુનિ, તેમજ આઈટી સંસ્થાઓ આવેલી છે.

7. કોલકાતા : કોલકાતામાં જાદવપુર યુનિ, કલકત્તા યુનિ, પ્રેસિડન્સી કોલેજ જેવી અગ્રણી શિક્ષણ સંસ્થાઓ આવેલી છે.

8. અમદાવાદ : ગુજરાતના આ શહેરમાં IIM, નિરમા યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ, તેમજ જુદીજુદી વિદ્યાશાખાની કોલેજો આવેલી છે.

9. જયપુર : દેશનાં પિન્ક સિટી ગણાતા આ શહેરમાં બનસ્થલી વિદ્યાપીઠ, હોટેલ મેનેજમેન્ટ ઈન્સ્ટિટયૂટ, કેટરિંગ ટેકનોલોજી તેમજ અનેક વિદ્યાશાખાની કોલેજો આવેલી છે.

10. સુરત : ગુજરાતનું આ શહેર ડાયમંડ હબ છે. અહીં હ્યુમનિટીઝ, સાયન્સ તેમજ કોમર્સની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ છે. ફેશન ડિઝાઈનિેંગ, સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિ. ઓફ ટેકનોલોજી, સાઉથ ગુજરાત યુનિ. જેવી સંસ્થાઓ આવેલી છે.


  • Follow us on: